યુએસ શેરબજારમાં ઉથલપાથલ બાદ, સ્થાનિક શેરબજારમાં મંદી છવાઈ ગઈ છે. સેન્સેક્સ થોડીવારમાં ૮૧૩ પોઈન્ટ ઘટીને 82,481.53 પર પહોંચી ગયો. દરમિયાન, એનએસઈનો 50-શેર બેન્ચમાર્ક ઇન્ડેક્સ, નિફ્ટી, 230 પોઈન્ટ ઘટીને 25,482 પર પહોંચી ગયો.
યુએસ ટેરિફ નીતિ અને વધતા ભૂ-રાજકીય તણાવ અંગે અનિશ્ચિતતા યથાવત છે, જેની સીધી અસર વોલ સ્ટ્રીટ પર પડી. સોમવારે રાત્રે યુએસ બજારમાં ભારે વેચવાલી જોવા મળી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 821 પોઈન્ટ ઘટ્યો, જ્યારે એસએન્ડપી 500 અને નાસ્ડેકપણ 1% થી વધુ ઘટ્યા. ટેસ્લા અને એએમડી જેવી મુખ્ય ટેક કંપનીઓના શેરમાં ઘટાડો થયો, જોકે એનવીડીયાના શેરમાં થોડી તેજી રહી.
આ અસર એશિયા પર પણ પડી, અને મંગળવારે સવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો. જાપાનનો નિક્કી 0.77% ના વધારા સાથે ખુલ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.1% થી વધુ ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ પણ નબળાઈના સંકેતો બતાવી રહ્યો હતો.