રાજકોટમાં છેવાડાના વિસ્તારમા રહેતી શોમ સંચાલિકાને સુપરાવઇઝરે ઝુમ મિટિંગના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી લીધા હતાં.બાદમાં બ્લેકમેઇલીંગ કરી તેની પાસેથી ૬૭ લાખ પડાવી લીધા હતાં.જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
રાજકોટના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા એક વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ રાજકોટમાં નામાંકિત કંપનીનો ટ્રેકટરનો શોમ ધરાવે છે. પોતે બિઝનેસ વુમન તરીકે પણ કામ કરે છે અને ઘર પણ સંભાળે છે. પોતે ટ્રેકટરનો શોમ ધરાવતી હોય તે ટ્રેકટરની કંપનીનો સુપરવાઇઝર ધીરજકુમાર બલિયા (રહે. રિવેરા ગાર્ડન, ગ્રીન બંગ્લોઝ સિટી, બ્લોક નંબર એસ ૩૪૬૭ એપીએમસી પાછળ સાણંદ) અવારનવાર સુપરવિઝન માટે શોમ આવતો હોવાથી પરિણીતા સાથે પરિચયમાં આવ્યો હતો બાદમાં પરિણીતાની નજીક જવા અવારનવાર પ્રયત્ન કર્યેા હતો.
એક વર્ષ પૂર્વે સુપરવાઇઝર ધીરજકુમાર રાજકોટ આવ્યો હતો અને રાજકોટની નામાંકિત હોટલ ધ ગ્રાન્ડ ઠાકરમાં ઉતર્યેા હતો તેણે પરિણીતાને ફોન કરી કહ્યું હતું કે, ગુજરાતના તમામ ડીલરોની ઝુંમમાં મીટીંગ છે. જે મિટિંગમાં જોડાવા માટે તમારે હોટલે આવવું પડશે જેથી પરિણીતા તે હોટલે ગઈ હતી તે સમયે સુપરવાઇઝર ધીરજકુમારે પોત પ્રકાશ્યું હતું અને પરણિતાને માર મારી બળજબરી હતી તેના પર દુષ્કર્મ આચયુ હતું. એટલું જ નહીં તે સમયે સુપરવાઇઝર ધીરજ બલિયાને પરિણીતાના ફોટોગ્રાફ પણ મોબાઈલમાં પાડી લીધા હતા.બાદમાં પરિણીતાએ ફોટો વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર રાજકોટ આવે ત્યારે હોટલમાં બોલાવતો હતો અને બાદમાં અનેક વખત કંપનીના કામનું બહાનું કરી બહારગામ પણ લઈ જતો હતો અને ત્યાં પણ પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં આ સુપરવાઇઝર ધિરજે બ્લેકમેલિંગ કરી ફરિયાદી પાસેથી એક વર્ષમાં ૬૭ લાખ પડાવી લીધા હતાં.પરિણીતા રકમ પરત આપવાનું કહેતી ત્યારે ધીરજ એમ કહેતો કે આ રકમથી આપણે બંનેએ પાર્ટનરમાં બિઝનેસ શ કર્યેા છે. પરંતુ કયો બિઝનેસ છે તે પરિણીતા જાણતી ન હતી. બાદમાં ધીરજે અવારનવાર પરિણીતાનો લાભ ઉઠાવવાનું ચાલુ રાખતા કંટાળી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.એસ.ત્રીવેદી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech