જ્ઞાન સહાયકની ભરતી સરકાર કરે તો તેમને નોકરીએ ન રાખવા શાળા સંચાલકોનો નિર્ણય

  • September 28, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાળાઓમાં ખાલી પડેલી તમામ સંવર્ગની જગ્યાઓ કાયમી કર્મચારીઓથી જ ભરાવી જોઈએ અને જયાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકાર દ્રારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જ્ઞાન સહાયકની ભરતી થવાની છે. ભરતીની આ સત્તા શાળા સંચાલકો પાસે જ રહેવી જોઈએ અને જો તેમ નહીં થાય અને સરકાર સેન્ટ્રલી ભરતી કરશે તો શાળા સંચાલકો આવા શિક્ષકોને હાજર નહીં કરે તેવો ઠરાવ ગુજરાત રાય શૈક્ષણિક સઘં સંકલન સમિતિની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં લેવાયો છે.


સંકલન સમિતિના પ્રમુખ જે. પી. પટેલે અત્યારે ચાલી રહેલા આંદોલનને સફળતા અપાવવા બદલ સૌ કોઈને અભિનંદન આપવી જણાવ્યું હતું કે આગામી તારીખ ૧૪ ઓકટોબર ને શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન પ્રતિક ઉપવાસ આંદોલન રાયભરમાં કરવામાં આવશે. તમામ કર્મચારીઓએ સફેદ વક્રો ધારણ કરીને હાજર રહેવાનું છે.
શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય સિવાયની કોઈપણ પ્રવૃત્તિ જેવી કે કલા ઉત્સવ,ખેલ મહાકુંભ ગણિત– વિજ્ઞાન પ્રદર્શન જેવી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવાની નથી તેવા આદેશને ફરી ગઈકાલની બેઠકમાં દોહરાવવામાં આવ્યો હતો.રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તારીખ એક એપ્રિલ ૨૦૦૫ પહેલા નિમાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબતના પ્રશ્નને આંદોલનમાં અગ્રીમતા આપવાનું નકકી કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application