શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલ બસ, સ્કૂલ વાન જેવા વાહનો ચલાવવામાં આવે છે અને તેની તગડી ફી સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી લેવામાં આવે છે પરંતુ આ વાહનોનો ટેક્સ ભરવામાં સંચાલકો જાણે ઉહું કરતા હોય તેમ છેલ્લા એક વર્ષથી રાજકોટ શહેર અને જિલ્લાની 19 સ્કૂલએ રૂ.2,40,000નો આરટીઓનો બાકી ટેક્સ ન ભરતા નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈને શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ફાઇનાન્સિયલ વર્ષ માર્ચ મહિનામાં પૂરું થતું હોવાથી બાકીદારો પાસેથી નીકળતા સરકારી લેણાના હિસાબ જુદી જુદી કચેરીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અને બાકીદારોને તાકીદે પૈસા ભરવા માટે જણાવવા આવે છે, આ વચ્ચે રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી શહેર અને જિલ્લાની જુદી જુદી 19 જેટલી સ્કૂલના સ્કૂલવાહનના ટેક્સ પેટેના કુલ રૂ.2,40,000 બાકી હોય જે વખતો વખત મૌખિક સૂચના આપવા છતાં ભરવામાં આવતા ન હોવાથી આરટીઓ કે.એમ.ખપેડએ લાલ આંખ કરી તમામ 19 સ્કૂલને બાકી ટેક્સ તાકીદે ભરી જવા નોટીશ ઈશ્યુ કરી બજવણી કરવા માટે ઇન્સ્પેકટરની ટીમને સૂચના આપવામાં આવી છે. નિયત સમય મર્યાદામાં ટેક્સ ભરવામાં નહીં આવે તો ઓન રોડ વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું છે.
આ 19 સ્કૂલને નોટિસ ફટકારાઇ
(1) બાલમુકુન્દ એજ્યુકેશન ટ્રસ્ટ
(2) જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટી
(3) એચ એમ દેવાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ
(4) કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ
(5) માતુશ્રી રમુબેન કેશવભાઈ ભુવા
(6) માતુશ્રી જમકુબેન મણિલાલ શેઠ
(7) રાજહંસ એજ્યુકેશન ટ્રસ્ટ
(8) પરિમલ એજ્યુકેશન ટ્રસ્ટ
(9) પૂર્વીશા એજ્યુકેશન ટ્રસ્ટ
(10) સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ
(11) સરદાર પટેલ સ્ટડી
(12) શ્રી આસ્થા ગ્રુપ ઓફ એજ્યુકેશન
(13) શ્રી જ્ઞાનજો્યોત એજ્યુકેશન ટ્રસ્ટ
(14) શ્રી કૃતાર્થ કેવલાની ટ્રસ્ટ
(15) શ્રી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ
(16) શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ
(17) વિઝન પ્રાયમરી સ્કૂલ એન્ડ ટ્રસ્ટ
(18) વ્રજભૂમિ વિદ્યા આશ્રમ ફોઉન્ડેશન
(19) એસ એન એસ ડી સ્કૂલ
700 પદયાત્રિકોને રેડિયમ રીફલેકટર જેકેટ આપવામાં આવ્યા
હોળી-ધુળેટીના પર્વે ભગવાન દ્વારકાધિશ સાથે ફાગ રમવા માટેનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી દર વર્ષે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘ પગપાળા દ્વારકા જતા હોય છે. યાત્રિકો રાત-દિવસ પગપાળા ચાલતા હોવાથી ખાસ કરીને રાત્રીના અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડ અને રોડ સેફટી એક્સપર્ટસ જે.વી.શાહ અને ટિમના સાગર ખાતરાણી, દિનેશ પરમાર, ભાર્ગવ ગોસ્વામી, નરેન્દ્રભાઈ સહિતના દ્વારા 700થી વધુ યાત્રિકોને રેડિયમ રીફલેકટર જેકેટ આપવામાં આવ્યા હતા અને રોડ પર કેવી રીતે ચાલવું સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાકડી, બેગમાં પણ રેડિયમ લગાવી અકસ્માતથી બચવા માટે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુનિ. આવાસો ભાડે આપનારનું આવી બનશે: નવી નીતિ ઘડાઇ
March 06, 2025 03:30 PMએક જ દિવસમાં ૨૨ પાર્સલ ચોરી એકની ડિલિવરી કરી રોકડી પણ કરી લીધી’તી
March 06, 2025 03:28 PMસુપ્રીમની યુપી સરકારને ફટકાર, કહ્યું હવે તમે જ ઘર બનાવી આપો
March 06, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech