સી.આર.સી. મહાપ્રભુજી બેઠક હેઠળની ૧૨ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ઉજવાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ સી.આર.સી.મહાપ્રભુજી બેઠકમાં કુલ ૧૦ સરકારી અને ૨ ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સી.આર.સી.મહાપ્રભુજી બેઠકની તમામ શાળાના બાલવાટિકામાં પ્રવેશપાત્ર કુલ ૧૬૭ વિધાર્થીઓને સ્કુલ બેગ અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી.
તેમજ ધો.૯ ના ૨૩૭ વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા હતા. સાથે સાથે નમો લક્ષ્મી યોજનાથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે સરકારની વિવિધ શિષ્યવૃત્તિ અને બાહ્ય પરીક્ષા જેવી કે ગખખજ, ઈઊઝ, ઙજઊ અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે જખઈની મીટીંગમાં તેના સભ્યો અને વાલી સાથે ક્ધયાઓમાં ભણતરનું પ્રમાણ વધે અને ધોરણ આઠ પછી ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે તે બાબતે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમને અંતે દરેક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા કે.જે.શાહ હાઈસ્કૂલના આચાર્ય રમેશભાઈ કછેટિયા, ઠેબા તાલુકા આચાર્ય મનોજભાઈ ભૂત, હાપા આચાર્ય ભરતભાઈ મુંગરા, લુંબિનીનગર આચાર્ય દિનેશભાઈ લગારીયા, મોટા થાવરીયાના આચાર્ય તૃપ્તિબેન, મોટાથાવરીયા વાડી શાળાના આચાર્ય મહેશભાઈ કરંગીયા, સામતપીરના આચાર્ય ગઢવીભાઈ, લાલવાડીના આચાર્ય ભૂપતસિંહ જાડેજા, મહાપ્રભુજી બેઠક પ્રાથમિક શાળાના આચાર્ય સાધનાબેન, પીરવાડી શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ, બાલકનાથ વાડી શાળાના આચાર્ય દશરથસિંહ જાડેજા, જી.ડી.શાહ હાઈસ્કૂલના આચાર્ય ડીબેન વસરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.