બિહારમાં છેલ્લા એક વર્ષમાં પાંચ લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જેમાં અન્ય રાયોના ૨૬૮ દિવ્યાંગોને જનરલ કેટેગરીમાં નોકરીની લ્હાણી કરી દેવામાં આવતા બિહારના ઉમેદવારોમાં ભારે રોષ છવાયો છે. આ ભરતી મુદે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે.વિશ્વ શિક્ષક દિને જ આ છેતરપિંડી થયાનો પર્દાફાશ થતા શિક્ષણ જગત શર્મસાર બની ગયું છે.
બિહારમાં શિક્ષકની ભરતીમાં મોટી છેતરપિંડી સામે આવી છે. માહિતી અનુસાર, બીપીએસસીએ અનામતના નિયમોની અવગણના કરીને અન્ય રાયોના વિકલાંગોને સામાન્ય વર્ગમાં શિક્ષક બનાવી દીધા છે. માહિતી અધિકાર કાયદામાં ખુલાસો થયો છે કે ૨૬૮ વિકલાંગ ઉમેદવારો, જેમાંથી મોટાભાગના ઉત્તર પ્રદેશના છે, તેમને ખોટી રીતે નોકરી આપવામાં આવી છે. આરટીઆઈ દ્રારા પ્રા માહિતી અનુસાર, ધોરણ એકથી પાંચ સુધીની આ ભરતીમાં નિયમોની અવગણના કરવામાં આવી હતી અને અન્ય રાયોના વિકલાંગ ઉમેદવારોને જનરલ કેટેગરીમાં નોકરી આપવામાં આવી હતી.
બિહારમાં છેલ્લા એક વર્ષમાં પાંચ લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેના કારણે સરકારી શાળાઓમાં શિક્ષક–વિધાર્થીનો ગુણોત્તર નોંધપાત્ર રીતે સુધર્યેા છે. પરંતુ બીપીએસસી દ્રારા આયોજિત ટીઆરઇ ૧ પરીક્ષામાં મોટી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. અન્ય રાયોના વિકલાંગ ઉમેદવારો, જેમને બિહારમાં અનામતનો લાભ ન મળવો જોઈતો હતો, તેમને સામાન્ય શ્રેણીમાં નોકરી આપવામાં આવી હતી. આરટીઆઈ દ્રારા આ વાત સામે આવ્યા બાદ શિક્ષક ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીએડ સત્ર પણ પૂં ન કયુ હોય તેવાને નોકરી આપી દેવાઈ
ઉમેદવારોએ આક્ષેપ કર્યેા છે કે શિક્ષકની ભરતીમાં ચાર ટકા અનામત માત્ર બિહારના વિકલાંગ વિધાર્થીઓ માટે છે. પરંતુ અન્ય રાયોના વિકલાંગ ઉમેદવારોને જનરલ કેટેગરીમાં સામેલ કરીને બિહારના વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.આ ભરતીમાં એવા લોકો પણ શિક્ષક બન્યા છે જેમણે બીએડ સત્ર પણ પૂં કયુ નથી. અન્ય અનેક ગેરરીતિઓના આક્ષેપો પણ છે. તો બીજી તરફ બીપીએસસીએ સ્વીકાયુ છે કે ૨૬૮ વિકલાંગ ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં નોકરી આપવામાં આવી છે. આ તમામ ઉમેદવારો ઓર્થેાપેડિક હેન્ડીકેપ કેટેગરીના છે.આ પહેલા પણ ના જવાબમાં એ જણાવ્યું હતું કે ભાષાની પરીક્ષામાં નાપાસ થયેલા ૩૦ ઉમેદવારો શિક્ષક ભરતી પરીક્ષામાં પણ પાસ થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech