ભોપાલમાં રહેતી પુત્રવધૂએ ઈન્દોરમાં રહેતા સાસુ, સસરા અને પતિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. ભોપાલમાં પિયર જતાં પહેલા પુત્રવધુએ પોતાની સમસ્યા સાસુ અને પોતાના પતિને જણાવી હતી. પરંતુ તેઓએ કહ્યું કે એ તો સેવાનું કામ છે. ત્યારબાદ ભોપાલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ મામલે કેસ નોધાવ્યો છે.
આ બાબતે પુત્રવધૂનું કહેવું છે કે જ્યારે તે તેના સસરાના પગની માલિશ કરવા જતી ત્યારે તે મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો હતો.
જ્યારે તેણીએ આ અંગે તેની સાસુને જણાવ્યું તો તેણે જણાવ્યું કે આતો સેવાનું કામ છે. આ રીતે સાસરાની સેવા થાય છે. સાસુ સાથે વાત કર્યા બાદ મહિલાએ તેના પતિને આ અંગે વાત કરી હતી. પરંતુ પતિએ પણ આવો જ જવાબ આપ્યો હતો. ત્યારબાદ તે તેની ભોપાલમાં માતાના ઘરે ગઈ અને માતા-પિતા સાથે આ સમગ્ર ઘટનાની વાત કરી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ બાબતે કેસ નોધાવ્યો હતો. આ રીતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પુત્રવધૂએ ઈન્દોરમાં રહેતા તેના સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો મામલો ઇન્દોરના અન્નપૂર્ણા પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech