BREAKING NEWS

સૌરાષ્ટ્રની મગફળી અમેરિકન્સને ભાવી, ગોંડલ માર્કેટ યાર્ડ સાથે એમઓયુ કર્યા

  • November 06, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મગફળી અમેરિકન્સને ભાવી છે. યુએસએના પી નટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પાર્કર બોબ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. દરમિયાન તેમણે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડની મુલાકાત લઇને ગોંડલ માર્કેટ યાર્ડ સાથે એમઓયુ કર્યા હતા.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નેશનલ પીનટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પાર્કર બોબ અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા વચ્ચે મહત્વના મુદાઓને લઇ મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ (સમજૂતી કરાર) થયા હતા.

પાર્કર બોબ અમેરિકામાં મગફળી ક્ષેત્ર ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.ગોંડલ માર્કેટ યાર્ડની મુલાકાત દરમિયાન પાર્કરે મગફળીના હરરાજી સ્થળની મુલાકાત કરી હતી. દરમિયાન આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ એમઓયુ દ્વારા ખેડૂતોને મહતમ ફાયદો થશે.પાર્કર બોબએ યાર્ડના દલાલ મંડળના વેપારીઓ સાથે બેઠક યોજી મગફળી ઉત્પાદન અંગે મહત્વની માહિતી આપી હતી. આ તકે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા સહિતના આગેવાનોએ પાર્કરનું સન્માન કરી ભેટ અર્પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application