સારા અલી ખાન ફિલ્મની સફળતા માટે અજમેરમાં ખ્વાજાના દરબારમાં પહોંચી

  • May 22, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નવાબ દીકરીની લેટેસ્ટ ફિલ્મ ઝરા હટ કે ઝરા બચ કે જૂનમાં રીલિઝ થવા જઇ રહી છે
  • ફિલ્મમાં કેટરીના કૈફના પતિ વિકી કૌશલ સાથે સારાનો પ્રેમ અને નોક-ઝોંક જાવા મળશે


સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવૂડમાં સ્થાન જમાવવા પ્રયાસ કરી રહી છે. ઘણી ફિલ્મોમાં દેખાવા છતાં હજું તેને એક બિગ હિટની તલાશ છે. હવે તેની લેટેસ્ટ ફિલ્મ ઝરા હટ કે ઝરા બચ કે રીલિઝ માટે તૈયાર છે ત્યારે તેની સફળતા માટે સારાએ ખ્વાજાએ હિન્દુસ્તાન અજમેરના સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો સહારો લીધો.

 

સારા અલી ખાન આ ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લેવા ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. સારા રવિવારે એટલે કે 21 મેના રોજ બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે અજમેર પહોંચી હતી. સારાના દરગાહ પરના આગમન પર તેને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી.


સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જે દરેક ધર્મને માને છે. તે મસ્જિદ તેમજ મંદિરમાં જાય છે. સારા ઘણીવાર કેદારનાથ અને ક્યારેક ઉજ્જૈન મહાકાલની મુલાકાતે જતી જોવા મળી છે. આ મામલે ઘણી વખત હોબાળો પણ થયો છે, પરંતુ સારા અલી ખાન ક્યારેય પાછી પડી નથી. સારા હાલમાં જ અજમેરના વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. સારા અલી ખાને મખમલની ચાદર અને પુષ્પો અર્પણ કર્યા હતા. સારાને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.


ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર વાર્તાની સાઇડ A દેખાડીને શરૂ થાય છે. વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકા ભજવે છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમના પરિવારો ખુશ છે. ટ્રેલર ઝડપથી સાઇડ બી પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જોવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે. આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ તારીખ 2 જૂન, 2023ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે.


ઘણાં સમયથી ફરી રહેલા રિપોર્ટ્સ પ્રમાણે સારા સાથેના સંબંધો તૂટ્યા બાદ શુભમન બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. બંને અગાઉ ડિનર ડેટ એન્જોય કરતાં દેખાયા હતા તો ફ્લાઈટમાં સાથે મુસાફરી કરી રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી હતી. જો કે, અત્યારસુધી બંનેમાંથી કોઈએ પણ આ અંગે મગનું નામ મરી પાડ્યું નહોતું.


સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી, તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જોહરના ચેટ શો કોફી વિશ કરણથી થઈ હતી. ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ 2'માં દેખાયા હતા. જો કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.



સારા અલી ખાનનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ ચર્ચાયું હતું. આ સિવાય સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. તેમજ વીર પહાડિયા સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. જે બાદમાં ડિલીટ કરી દીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application