નવાબ દીકરી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલનું બ્રેકઅપ થઇ ગયું!

  • May 25, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ એક્ટ્રેસ અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટરે એક-બીજાને અનફોલો કરી દીધા
  • ગત ઓગસ્ટમાં બંને એક રેસ્ટોરન્ટમાં સાથે દેખાયા બાદ અફેરની અટકળો થઇ હતી


નવાબ પુત્રી સારા અલી ખાન અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે બ્રેકઅપ થઇ ગયાના અહેવાલ છે. સારા અને શુભમન ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં પહેલીવાર સાથે દેખાયા હતા અને બાદમાં તેમની વચ્ચે અફેરની ખબરો વહેતી થઈ હતી, પરંતુ હવે તેમની વચ્ચે બધુ સમુસુતરુ ન હોવાનું લાગે છે. રિપોર્ટ્સની માનીએ તો, બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે.


ભારતમાં ક્રિકેટ અને બોલીવુડનો વર્ષોથી ચોલી દામન જેવો સાથ છે. બંને અલગ-અલગ ફીલ્ડ હોવા છતાં ક્યાંકને ક્યાંક એકબીજા સાથે કનેક્શન ધરાવે છે અને તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસિસે ક્રિકેટરો સાથે લગ્ન કર્યા હોય તેનું લિસ્ટ પણ ઘણું સામેલ છે, જેમાં શર્મિલા ટાગોર-મંસૂર અલી ખાન પટૌડી, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, સંગીતા બિજલાની-મહોમ્મદ અઝહરુદ્દીન, ગીતા બસરા-હરભજન સિંહ, આથિયા શેટ્ટી-કેએલ રાહુલ, હેઝલ કીચ-યુવરાજ સિંહ, સાગરિકા ઘાટગે-ઝહીર ખાનનો સમાવેશ થાય છે. 


 આવી જ વધુ એક જોડી બનવાની હતી પરંતુ વાત આગળ વધે તે પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા છે. સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે કથિત રીતે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું અને આ માટે તેઓ અવારનવાર હેડલાઈનમાં પણ છવાતા હતા. બંનેએ ક્યારેય પણ તેઓ રિલેશનશિપમાં હોવાની પુષ્ટિ કરી નહોતી અને જ્યારે પણ કોઈ ઈન્ટરવ્યૂમાં આ વિશે પૂછવામાં આવતું ત્યારે ગોળગોળ જવાબ આપતા હતા.

 

બંને વચ્ચેની સિક્રેટ મીટિંગ તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચાડી ખાતી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે બંનેએ હવે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જેના પરથી તેમનું બ્રેકઅપ થયું હોવાની પણ કેટલાક અટકળો લગાવી રહ્યા છે.
 
સારા અલી ખાન અને શુભમન ગિલની અફેરની ખબરો ત્યારથી વહેતી થઈ હતી જ્યારે તેઓ ઓગસ્ટ 2022માં મુંબઈની એક ફાઈવ સ્ટાર રેસ્ટોરાંમાં ડિનર ડેટ એન્જોય કરતાં દેખાયા હતા. જે બાદ બંનેની એરપોર્ટ પર સાથે બેસીને વાત કરતા અને ફ્લાઈટમાં સાથે મુસાફરી કરતા હોય તેવી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ પહેલા શુભમનનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું. આઈપીએલ 2019 દરમિયાન બંનેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. તેઓ એકબીજાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ પણ કરતાં હતા. જો કે, બાદમાં તેમનું બ્રેકઅપ થયું હતું અને પછી યુવા ક્રિકેટરના જીવનમાં બીજી સારા આવી હતી.


ગત વર્ષે શુભમન ગિલે સોનમ બાજવાના ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં મહેમાન બનીને હાજરી આપી હતી. આ દરમિયાન તેને ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસનું નામ પૂછતાં તેણે 'સારા અલી ખાન' તેમ કહ્યું હતું. જે બાદ હોસ્ટે તેને શું તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે કેમ તેવો સવાલ કર્યો હતો, જેના પર તેણે કહ્યું હતું 'કદાચ હા, કદાચ ના... સારા કા સારા સચ બોલ દિયા'.


વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન વિક્રાંત મેસી સાથેની ફિલ્મ 'ગેસલાઈટ'માં દેખાઇ હતી. હવે વિકી કૌશલ સાથે લક્ષ્મણ ઉટેકરની ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'માં દેખાશે. જે 2 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ એક લવ સ્ટોરી છે. આ સિવાય તેની પાસે  પાઈપલાઈનમાં આનંદ એલ રાયની વધુ એક ફિલ્મ પણ છે, જેમાં તે સની કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે તેમ કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ શુભમન ગિલ આઈપીએલ 2023માં ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે અને સારું પર્ફોર્મ કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application