હરિદ્રારમાં ઋષિ–મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને સરકારને આડે હાથ લીસી હતી સાથે એવી પણ ચીમળી આપી હતી કે જો સરકાર કોઈ નક્કર પગલા લઈ ન શકતી હોય તો સતં સમુદાય બાંગ્લાદેશ કુચ કરવા તૈયાર છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહતં રવીન્દ્ર પુરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્ર્રીય દબાણ બનાવીને બાંગ્લાદેશને કડક ચેતવણી આપવી જોઈએ. જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તેમણે આ મામલે સંયુકત રાષ્ટ્ર્રના હસ્તક્ષેપની પણ માંગ કરી હતી.
રવિવારે હરિદ્રારમાં ઋષિ–મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે નક્કર પગલા ભરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો જર પડશે તો સતં સમુદાય બાંગ્લાદેશની યાત્રા કરવા તૈયાર છે. તે જ સમયે, વીર સાવરકરના વંશજ રણજીત સાવરકરે કહ્યું કે ભારત સરકારે હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જવું જોઈએ અને લશ્કરી તાકાત મોકલી તેમનું રક્ષણ કરવું જોઈએ.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહતં રવિન્દ્ર પુરીએ અવધૂત મંડળ આશ્રમ, હરિદ્રાર ખાતે સંતો અને મુનિઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, મુંબઈમાં હિન્દુ રાષ્ટ્ર્ર–જાગૃતિ સમિતિના પગલે, સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્ર્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ રણજિત સાવરકર પણ બાંગ્લાદેશ સામેના વિરોધમાં જોડાયા હતા.
સતં સમાજે રાષ્ટ્ર્રપતિને આવેદન પાઠવ્યું
ગિરીએ દાવો કર્યેા હતો કે હરિદ્રારમાં પણ મોટી સંખ્યામાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમો રહે છે. તેમને પણ દેશની બહાર ફેંકી દેવા જોઈએ નહીંતર તેઓ દેશ માટે મોટો ખતરો બની શકે છે. તે જ સમયે, પેન્દ્ર પ્રકાશ મહારાજે બાંગ્લાદેશમાં હિંદુઓ અને મઠો અને મંદિરોની સુરક્ષા માટે નક્કર પગલાં લેવાની કેન્દ્ર પાસે માંગ કરી હતી. કોઈનું નામ લીધા વિના તેમણે પૂછયું કે જેમણે સમયાંતરે કોઈ ચોક્કસ સમુદાય માટે પ્રેમ વ્યકત કર્યેા છે તેઓ આજે ચૂપ કેમ છે? તેમણે કહ્યું કે ભારતની મદદથી વિકસી રહેલી બાંગ્લાદેશની નવી પેઢીમાં ઝેર ઓકીને ભારતને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી કેન્દ્રએ સતર્ક રહેવું જોઈએ
બાંગ્લાદેશમાં બનેલી ઘટનાથી હિંદુ સમાજ ક્રોધમાં
હરિદ્રારમાં મહતં રવિન્દ્ર પુરીએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હત્પમલા થઈ રહ્યા છે. તેમની વિસ્તારોને સળગાવવામાં આવી રહ્યા છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનદં ગિરી મહારાજે કહ્યું કે જો બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હત્પમલા બધં નહીં થાય તો ભારતનો સતં સમાજ જર પડે બાંગ્લાદેશ કૂચ કરવા તૈયાર છે. તે દરમિયાન, પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ મહતં પુરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આનો સામનો કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્ર્રીય દબાણ બનાવીને બાંગ્લાદેશને કડક ચેતવણી આપવી જોઈએ. તેમણે આ મામલે સંયુકત રાષ્ટ્ર્રના હસ્તક્ષેપની પણ માંગ કરી હતી
બાંગ્લાદેશમાં સેના મોકલવી જોઈએ: રણજીત સાવરકર
મહારાષ્ટ્ર્રમાં પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને લઈને ઘણી જગ્યાએ દેખાવો થયા હતા. મુંબઈમાં હિંદુ રાષ્ટ્ર્ર–જાગૃતિ સમિતિના નેજા હેઠળ એક પ્રદર્શન થયું હતું, જેમાં વીર સાવરકરના વંશજ રણજિત સાવરકર પણ હાજર હતા. રણજિત સાવરકરે કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ભારતે બાંગ્લાદેશમાં સૈન્ય મોકલવું જોઈએ અને બાંગ્લાદેશના હિંદુ બહત્પમતી ભાગને ભારત સાથે જોડવો જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech