ગેમઝોનનો પ્લાન જૂની તારીખમાં દેખાડવા સાગઠિયાએ નકલી જાવક રજિસ્ટર બનાવ્યા

  • June 15, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં નવ બાળકો સહિત 27 ના કરૂણ મોત થયા હતાં.અગ્નિકાંડની આ ઘટનાની તપાસમાં રોજબરોજ ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ રહ્યા છે.ત્યારે આ મામલાની તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકિકત સામે આવી છે.ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે મનપામાં ઈમ્પેકટ પ્લાન રજૂ થયો હતો. પરંતુ તે ઈન્વર્ડ થયો ન હતો. આમ છતાં પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા અને અન્યોએ પોતાને બચાવવા માટે જૂની તારીખમાં ઈમ્પેકટ પ્લાન ઈન્વર્ડ કરવા દસ્તાવેજોમાં ચેડા કયર્નિો સીટની તપાસમાં ખુલાસો થયો છે.હવે આ મામલે પાપમાં ભાગીદાર બનાનાર ટીપી શાખના વધુ કેટલાક કર્મચારીઓને પોલીસ ઉઠાવી તેની સઘન પુછતાછ કરે તેવી શકયતા સેવાઇ રહી છે.


ગત તા. 25/5 ના રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં તપાસ ચલાવી રહેલી સીટની ટીમે દ્વારા થયેલી તપાસમાં એવો ખુલાસો થયો છે કે ટીઆરપી ગેમ ઝોનને નિયમબદ્ધ કરવા માટે ઈમ્પેકટ પ્લાન ચકાસણી ફિ ભયર્િ બાદ ઈન્વર્ડ થયો ન હતો. અગ્નિકાંડ બાદ જૂની તારીખમાં આ પ્લાનને ઈન્વર્ડ કરવામાં આવ્યો હતો. આ માટે કવેરી લેટર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહી મનપાના વેસ્ટ ઝોન વિભાગના ઈમ્પેકટ ઈન્વર્ડ રજિસ્ટરમાં ચેડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવું જાવકપત્ર રજીસ્ટર બનાવી તેમાં કવેરી લેટરની નોંધ કરી જૂના રજીસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.


આ કારસ્તાન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને એટીપી ગૌતમ જોશીએ અન્યો સાથે મળી કયર્નિું બહાર આવ્યું છે. તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ સીટે આ કેસમાં ગુનાઈત કાવત્રુ અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમોનો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ કર્યો છે.પૂર્વ ટીપીઓ સાગઠીયાએ આગાઉ પોતાને બચાવવા માટે બોગસ મિનિટસ બુક તૈયાર કયર્નિો પણ ખુલાસો થયો હતો. જેના આધારે તેના વિરૂધ્ધ બોગસ દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ટૂંક સમયમાં તેનો સીટ કબજો લેશે.બીજી તરફ આ ઇમ્પેક ફાઇમાં ચેડા થયાનું સામે આવતા પોલીસ દ્વારા હવે આ મામલે આ કારસ્તાન આચરવામાં મદદગાર બનનાર ટીપી શાખના વધુ કેટલાક કર્મચારીઓને ઉઠાવી લઇ પોલીસ દ્વારા સઘન પુછતાછ કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application