કોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી

  • April 11, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરના કોઠારીયા રીંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં ખોડિયાર ડાયમડં નામના કારખાનામાં રાત્રીના તસ્કરોએ ત્રાટકી અહીં કારખાનાની તીજોરી તોડી તેમાંથી રૂા.૬૦.૮૩ લાખની કિંમતના ૧૧,૬૫૫ હિરાની ચોરી કરી ગયા હતાં. ચોરીની આ ઘટના અંગે કારખાનેદારે પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ ઉપરાંત ક્રાઇમબ્રાંચની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસે અહીં આસપાસના સીસીટીવી ફત્પટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. કારખાનામાં કામ કરતા કારીગરો બાબતે પણ પોલીસ પુછપરછ કરી રહી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર જૂની શાક માર્કેટ પાસે, દેવપરા નજીક, વિવેકાનંદનગર શેરી નં.૨માં રહેતા કારખાનેદાર વિપુલભાઇ વિરજીભાઇ ગોંડલિયા દ્રારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા રીંગ રોડ પીરવાડીની સામે, ધરમનગર સોસાયટી તરીકે ઓળખાતી સોસાયટીમાં ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડિયાર ડાયમડં નામે હીરાનું કારખાનું ચલાવી જોબવર્ક કરે છે. કારખાનું સવારના ૭થી રાત્રીના ૮ સુધી ખુલ્લ ું રહે છે અને તેમાં ૪૪ કારીગરો કામ કરે છે, જે તમામ ગુજરાતી છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં કારખાનામાં જે હીરા પાલીસ થાય છે તે દરરોજ સુરતથી અહીં રાજકોટમાં સોરઠીયાવાડી ચોક પાસે આવેલ મહેન્દ્ર ડાયમડં નામની આંગડીયા પેઢીમાં પાર્સલમાં આવે છે. હીરાને પોલીસ કરી દરરોજ સાંજે ફરી સુરત મોકલવા આંગડીયા પેઢીના માણસ સાંજના ૭–૩૦ વાગ્યે કારખાનેથી જે પાર્સલ હીરાનું પેક કરી આપી તે લઇ જાય છે. ગઇકાલે તા.૧૦–૪ના સવારના સાત વાગ્યે રાબેત મુજબ કારખાનું ચાલુ હતું અને અહીં કારીગરો હીરા ઘસવાનું કામ ચાલુ કયુ હતું ત્યારબાદ કારખાનામાં આવેલી ઓફીસમાં હીરા ચેક કરવાના મશીન રાખેલ છે. તેમાં બે મેનેજર અશોકભાઇ રોકડ, મુકેશભાઇ રાવલ અને સુપરવાઇઝર હરેશભાઇ ગોંડલિયા ત્રણેય હીરા ચેક કરવાનું કામ કરતા હતાં. સુરતથી આવેલું પાર્સલ તૈયાર કરી સાંજે ૭–૩૦ કલાકે આંગડીયા પેઢીના માણસને બોલાવી સુરત મોકલી આપ્યું હતું. સાંજના ફરિયાદી તથા મેનેજર કારખાને હાજર હતાં. ઓફિસમાં લોખંડની તીજોરી રાખી છે. તીજોરીમાં સુરતથી રીપેરીંગમાં આવેલા અમુક હીરા તથા બીજા કાચા હીરા તે તીજોરીમાં રાખી કારખાનું બધં કરી દીધું હતું.
આજરોજ સવારના ફરિયાદી છ વાગ્યે કારખાને આવ્યા હતાં ત્યારે નીચેનું તાળું ખોલી ઉપર જતાં ઓફીસનો સેકશનનો દરવાજો તૂટેલો હતો. અંદર જઇ જોતા કારખાનામાં લોખંડની તેજોરી જે આશરે અઢી ફત્પટની હોય તેમાં તીજોરીમાં ચાવી ભરાવવાની જગ્યાએ લોખંડની ડ્રીલથી હોલ પાડવામાં આવ્યો હોય, ચોરી થયાનું જણાયું હતું. બાદમાં તીજોરીમાં તપાસ કરતા તેમા રાખેલ તૈયાર હીરા નગં ૨૬૧૭ કિ.રૂા. ૧૧,૪૮,૯૫૦ તથા કાચા હીરા નંગ.૯૦૩૮ કિ.રૂા. ૪૯,૩૪,૭૦૦ જે કાચો માલ પણ સુરતથી આવ્યો હતો. જેની ચોરી થઇ ગઇ હતી. આમ રાત્રીના તસ્કરોએ પાછળના ભાગનો દરવાજો કોઇપણ રીતે તોડી કારખાનામાં પ્રવેશ કરી તીજોરીમાંથી કુલ રૂા.૬૦,૮૩,૬૫૦ની કિંમતના ૧૧૬૫૫ નગં હીરા ચોરી કરી ગયા હતાં. જે અંગે કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ તથા ક્રાઇમબ્રાંચની ટીમ તાકીદે અહીં દોડી આવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ ધમધમાટ શરૂ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application