રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, પોલીસ કાફલા સાથે ડોગ સ્ક્વોડ ટીમ દોડી ગઈ

  • April 11, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આજે એક બાદ એક બે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પહેલા પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાદમાં રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસના કાફલા સાથે ડોગ સ્ક્વોડની ટીમ પણ દોડી ગઈ હતી.
 

અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો 

મળતી માહિતી અનુસાર રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. આથી કલેક્ટર કચેરીમાં હડકંપ મચી ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સાથે જ ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતી. ધમકીભર્યા ઇ-મેઇલથી કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

ડાયરેક્ટ અમારી ઓફિસમાં જ ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો
આ અંગે રાજકોટના અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, ડાયરેક્ટર અમારી ઓફિસમાં જ ધમકભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. આથી અમે રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જાણ કરી હતી. પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ આવી કલેક્ટર કચેરીનું ચેકિંગ કર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. ઇ-મેઇલ મળ્યો ત્યારે સ્ટાફને અન્ય જગ્યાએ શિફ્ટિંગ કરાયું હતું.

​​​​​​​
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીભર્યો ઇ-મેઇલ દક્ષિણ ભારતમાંથી કોઈ આઇડીમાંથી મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પોલીસે કલેક્ટર કચેરીનો ખૂણખૂણો તપાસ્યો હતો. તપાસ બાદ કઈ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અગાઉ પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઇ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.

ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે. જ્યારે હવે ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application