રોડ એક્સિડન્ટની ઘટનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે સાબરકાંઠાના પોશીના નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે-બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 1 યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અકસ્માત સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે સર્જાયો હતો. જેમાં સ્પોર્ટ્સ બાઇક સામ-સામે ધડાકાભેર ટકરાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય 1 યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં આ અકસ્માતમાં 4 યુવકોના મોત થયા છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં 4 યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનો ભાંગી પડ્યા છે
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાએ ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જારી કરી, વિઝા હોવા છતાં આ બધા લોકો થશે ડિપોર્ટ
March 20, 2025 11:37 PMગીર સોમનાથમાં મોટી દુર્ઘટના: માઢવાડ બંદરે દરિયામાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
March 20, 2025 11:35 PMકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી
March 20, 2025 09:04 PMIPL 2025 પહેલા મોટા સમાચાર: શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર...જાણો વધુ વિગત
March 20, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech