ખનન માફિયા સામે રાજકોટ જિલ્લા પોલીસ દ્રારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના વણપરી ગામની સીમમાં બોડીઘોડી રોડ પર અલગ અલગ બે દરોડા પાડવામાં આવ્યા છે. એસઓજીની ટીમે રેતીનો સંગ્રહ અને પ્રવૃત્તિની પર દરોડો પાડી ૨૦ ટન સાદી રેતી જ કરી ડમ્પર ડીટેઇન કયુ હતું. જયારે પડઘરી પોલીસે આ જ વિસ્તારમાં દરોડો પાડી ૨૫૦ ટન રેતીનો ગેકરાયદે સ્ટોક કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનીજનું ખનન તથા વહન કરતાં શખસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.પી.બી. મિશ્રા તથા ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ અને વિપુલભાઈ ગોહિલને મળેલી બાતમીના આધારે પડધરી તાલુકાના વનપરી ગામમાં આવેલ બોડીઘોડી રોડ સાઈડમાં સાદી રેતીનું ગેરકાયદે સંગ્રહ અને વહનની કામગીરી ચાલુ હોય બાતમીના આધારે અહીં દરોડો પાડો હતો.
દરોડા દરમિયાન અહીં ધર્મેશ કાનાભાઈ ખુંગલા(ઉ.વ.૩૫ રહે. વણપરી તા.પડધરી) રોયલ્ટી વગરની સાદી રેતીનું ગેરકાયદે સંગ્રહ તથા વહન કરતા હોવાનું માલુમ પડું હતું. જેથી અહીંથી ૨૦૦ ટન સાદી રહેતી કિંમત . ૧,૦૦,૦૦૦ જ કરી ડમ્પર ડિટેઇન કયુ હતું. આ બાબતે ભૂસ્તર શાક્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટે દડં પેટે રિપોર્ટ આપી ખાણ ખનીજ વિભાગ સંબંધિત દડં માટે આગળની કાર્યવાહી કરી હતી.
બીજી તરફ પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રહે હકીકત મળી હતી કે, વણપરી–બોડીઘોડી રોડ ઉપર વણપરી ગામ પાસે મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક કરેલ છે. જે હકીકતના આધારે પોલીસે અહિં દરોડો પાડો હતો. અહીં આવી તપાસ કરતા રેતીનો સ્ટોક અશ્વિન છનુભાઈ વાળાએ ગેરકાયદે રીતે કર્યેા હોવાનું માલુમ પડું હતું. જેથી તે અંગે તેનું નિવેદન લેતા આશરે ૨૦૦ થી ૨૫૦ ટન રેતીનો સ્ટોક પડેલ હોય જે રેતી રોયલ્ટી સાથે મંગાવેલ હોય અને સ્ટોક રજીસ્ટર રાખેલ નથી. આ રેતી શિકારપુરથી મંગાવી હોવાનું જણાવ્યું હતું આ રીતે તેઓએ મકાન બનાવવા તેમજ સગા સંબંધી માટે મંગાવેલ હોવાનું કહ્યું હતું. પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટોક રજીસ્ટર નીભાવ્યા વગર ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક કરી વેચાણ કરતા હોવાનું જણાય આવતા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી હતી. રેતીના સ્ટોક બાબતે ખાણ ખનીજ વિભાગ રાજકોટને કમ્પાઉન્ડિંગ રિપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણ, એએસઆઇ આર.બી. જાડેજા, કોન્સ્ટેબલ દાદભાઈ, અરવિંદભાઈ, નિકુંજભાઈ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application