મોરબીની કમ્ર્ફટ હોટલમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબની રેઈડના પડઘા કે ઢંકાયેલા પડ હવે ખુલ્લ ી રહ્યા છે. ગાંધીનગરથી છૂટેલા આદેશમાં એસએમસીએ સત્ય શું તે તપાસવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. તપાસ ખુદ એસપી નિર્લિ રાયે હાથ ધરી હોવાથી સ્થાનિક લેવલે આ જુગાર કલબ અને દરોડા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલી પોલીસને ઉચાટ છે. સમગ્ર ઈસ્યુમાં પોલીસની મની અને મોરબીના બે બળીયા પોલીટીશ્યન જુથની મસલ્સ પાવરની ફાઈટ હોવાની ચર્ચા છે. એસએમસીની તપાસમાં શું ખુલ્લ ે તેના પર જવાબદારો અને જાણકારોની મીટ મંડાયેલી હશે.
કમ્ફર્ટ હોટલમાં મોરબીના જ આર્થિક અને રાજકીય રીતે મજબુત ગણાતા ઉધોગકારો, વેપારીઓ આવી જ રીતે રાજકોટના છેડાવાળા વેપારીઓ મોટામાથા જે તે સમયે જુગારમાં સપડાયા હતા. જુગારના દરોડા બાદ ત્વરીત મુકિત માટે (જામીન) અને અન્ય કોઈ હેરારકી ન થાય તે માટે સ્થાનિક કક્ષાએ પોલીસને એક ખોખુ મળ્યું હતુંનું જો અને તે જેવી વાત હતી અને આ ખોખું મોરબીના નેટવર્કમાં જ બટાઈ ગયું હતું. રેઈડ કરનાર પીઆઈ અને કોન્સ્ટેબલની સાઈડ લાઈન બદલી થઇ ગઇ હતી. રાજકીય મોટામાથાઓ સાથે સંકળાયેલા પકડાયેલા હોવાથી શીરપાવના બદલે પીઆઈને સજા મળી હશે ? આવી ચર્ચાઓ વહેતી થઈ હતી.
જો કે, બાદમાં એવી વાત કે ચર્ચા ઉખડી હતી કે, ખોખાને લઈને પીઆઈ અને કોન્સ્ટેબલ પર ગાજ આવી હશે ?
રેઈડમાં ત્વરીત મુકિત અને મોરબી પોલીસનું વલણ શું હતું જે તે સમયે કોઈ બહારના વ્યકિત પાસેથી ૧૨ લાખ રૂપિયા મગાવીને દર્શાવી દેવાયા હતા. આવી બધી જો અને તો જેવી વાતો ઉઠી હતી. આ સમગ્ર છાનભીન માટેની તપાસમાં ફરી પોણું ખોખું હેરાનગતી ન થાય તે માટે અપાયાની ચર્ચા હતી અને ત્યારબાદ બધું શાંત પડી ગયું હતું. પોલીસની આ રેઈડમાં ઈન્ટરનલી મની ફાઈટ હોવાની ચર્ચા હતી.
પોલીસ ઉપરાંત મોરબીના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા બે પાવરફત્પલ પોલીટીશ્યન વચ્ચે મસલ્સ પાવરની ફાઈટ પણ હોવાની ચર્ચા છે. એક જુથના વ્યકિત કયાંય હતા નહીં છતાં તેનું જુગારમાં નામ આવી જતાં એ જુથના લીડરે આંચકા સાથે દેકારો પણ મચાવ્યો હતો. પોલીસ દ્રારા બબ્બે વખત ખોખા–પોણા ખોખા જેવી વહીવટ કરી લેવાયાની વાત પણ આ બળીયા નેતા સુધી પહોંચી હતી. જુગારમાં પકડાયેલા અને સંકળાયેલા વ્યકિતઓ બન્ને બળીયા પોલીટીશ્યન સાથે ધરોબો ધરાવે છે. પોતાના માણસને બદનામ કરવાની ચાલ હોવાની બન્ને જુથમાં ઉકળાટ કે વાતો ઉઠી હતી અને એક આખા બોલા બળીયા નેતાએ પોલીસના આંતરીક ખોખાના ખેલની કહાની ગાંધીનગર મોટામાથાના કાને નાખી દીધી હતી.
અચાનક જ ગાંધીનગરથી એસએમસીના એસપી નિર્લિ રાય તેમની ટીમના કાફલા સાથે આ હાઇ પ્રોફાઇલ જુગાર કલબની તપાસમાં મોરબી પહોંચ્યા હતાં. બે દિવસ સુધી હોટલ ખાતેના સીસીટીવી કેમેરા, તમામ કર્મચારીઓની પુછતાછ, કલાકો સુધી રોકાઇને બધી તલસ્પર્શી વિગતો એકત્રીત કરાઇ તેમજ જુગારમાં સંકળાયેલા પોલીસ અને અન્યોની પણ પુછપરછ કે નિવેદનો લેવાયા હોવાની વાત છે. સમગ્ર રીપોર્ટ હવે ડીજીપીને સોંપાશે એવી વાત છે કે, પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા રાયની તપાસમાં ઘણાખરાને રેલો આવી શકે. જોવાનું એ રહે કે, હવે ગાંધીનગરથી આ તપાસમાં કોઇના પર કેવી ગાજ વરસે કે પગલાં લેવાશે ? આ સમગ્ર મામલામાં પોલીસની ખોખાની મનીની લડાઈ છે ? બે પોલીટીશ્યન વચ્ચે વર્ચસ્વની લડાઈ છે ? કે આવું કશું નથી ? તે સત્ય શોધવા માટે કદાચીત એસએમસીને તપાસ સોંપાઈ હોય શકે. ઉપરોકત તમામ બાબતો કયાંય ઓનપેપર છે નહીં ચર્ચા જેવો દોર છે માટે અત્યારે તો અફવા માનવી પડે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech