BREAKING NEWS

માળીયાહાટીનાના જૂથળના દલિત યુવકની હત્યામાં તપાસ માટે એસઆઇટીની રચના

  • June 02, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લ ાના માળીયાહાટીના તાલુકાના જુથળ ગામે રહેતા દલિત યુવાનનો તાલાળા તાલુકાના રમળેચી ગામેથી ત્રણ માસ પહેલા શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ તાલાળા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે ત્યારબાદ પણ ગુનાનો ભેદ ઉકેલાતા મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજના લોકોમાં રોસ ફેલાયો હતો અને દફનાવેલો મૃતદેહ બહાર કાઢવાની ચીમકી આપી હતી. ત્યારબાદ તંત્રમાં દોડધામ થઈ હતી અને હત્યા કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
માળીયાહાટીના તાલુકાના જુથળ ગામે રહેતા ભરત સોંદરવાનો  તાલાળા તાલુકાના રમળેચી ગામેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસની પ્રથમ તપાસ બાદ ભરતની હત્યા થઈ હોવાનું સામે આવતા તાલાળા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્રણ માસ વીતી ગયા છતાં ગુનાનો ભેદ ઉકેલાયો નથી જેથી મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે અગાઉ જૂનાગઢ અને ગીર સોમનાથ કલેકટર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. લાંબા સમય સુધી યોગ્ય તપાસના થતા અંતે પરિવારજનો અને સમાજના આગેવાનોએ નિયત સમયમાં જો ભરત સોંદરવાની થયેલ હત્યા અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જૂથળ ગામના સ્મશાનમાં દફનાવેલો ભરત સોંદરવાનો મૃતદેહ બહાર કાઢી અને મૃતદેહને રીપોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવાની અને ન્યાય માટે આઈજી કચેરી ખાતે કૂચ કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ તંત્રમાં દોડધામ થઈ હતી અને જૂથળ સમશાન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને કાયદાકીય મંજૂરી વિના મૃતદેહને બહાર ન કાઢવા સમજાવટ હાથ ધરી હતી.
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને જૂનાગઢ રેન્જ આઇ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા તાત્કાલિક એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) રચના કરવામાં આવી છે. આ ટીમમાં માંગરોળના ડીવાયએસપી કોડીયાતરને વડા તરીકે નિમણૂક કરાય છે યારે તેની સાથે ગીર સોમનાથ એલ આઈ બીના પી.એસ.આઇ વાઘેલા, વિસાવદરના પીએસઆઇ વાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્રારા સમગ્ર ગુનાની તપાસ માટે તૈયારીઓ હાથ ધરી છે. હાલ તો પ્રાથમિક તબક્કે હત્યા થઈ તે અંગેની વિગતો મેળવી ત્યારબાદ વિવિધ દિશાઓમાં પૂછપરછ બાદ તપાસ શ કરાશે. એસઆઇટી દ્રારા બુધવારથી આ કેસના તમામ શકમંદોના એલ્વીએ અને એસડીએસ ટેસ્ટ કરવામાં આવશે. વૈજ્ઞાનિક ટેસ્ટ ૧૧ જૂન સુધી ચાલશે ત્યારબાદ એફએસએલ તરફથી રિપોર્ટ આવશે તેને તપાસના ભાગરૂપે સામેલ કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્રારા તપાસ શરૂ થતા ગ્રામજનોનો રોષ શાંત થયો છે અને પોસ્ટ મોર્ટમ અને રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application