સેબીએ ફ્રન્ટ-રનિંગ બદલ કેતન પારેખ સહિત ત્રણ વ્યક્તિઓ પર પ્રતિબંધ મુક્યો

  • January 03, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેબીએ ફ્રન્ટ-રનિંગ બદલ કેતન પારેખ, રોહિત સલગાંવકર અને અશોકકુમાર પોદ્દાર પર તાત્કાલિક અસરથી સિક્યુરિટીઝ માર્કેટમાં કોઈપણ પ્રવૃત્તિ કરવા પર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, તેમણે અન્ય 19 મળીને કુલ 22 લોકોએ ગેરકાયદે કરેલી 65.77 કરોડની કમાણી પણ પરત જમા કરાવવા આદેશ કર્યો છે. વર્ષ 2000માં શેરબજારના કૌભાંડમાં દોષિત ઠરેલા અને જેલની સજા પામેલા તથા સિક્યુરિટીઝ માર્કેટમાં સોદા કરવા પર 14 વર્ષ માટે જેમના પર પ્રતિબંધ મુકાયેલો તેવા કેતન પારેખની બજારમાં એન્ટ્રીનો ઘટસ્ફોટ થયો છે. સેબીએ કેતન પારેખ અને સિંગાપોર સ્થિત ટ્રેડર રોહિત સલગાંવકરને સંડોવતા ફ્રન્ટ-રનિંગ કૌભાંડનો પદર્ફિાશ કર્યો છે. આ બન્ને સહિત કુલ ત્રણ પર સિક્યુરિટીઝ માર્કેટમાં કોઈપણ સોદા કરવા પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે.
સલગાંવકરના સ્ટેટમેન્ટ મુજબ બિગ ક્લાયન્ટના 90 ટકા ટ્રેડ માત્ર કેતન પારેખ જ કરતો હતો. તે વોટ્સએપ ચેટ કે ફોન કોલ દ્વારા માહિતી આગળ ધપાવતો હતો અને તેના સાગરિતો ફ્રન્ટ-રનિંગ કરતા હતા. બિગ ક્લાયન્ટ એક ફંડ હાઉસ છે જેની સાથે સલગાંવકર નિકટતા ધરાવે છે. તેના ટ્રેડર્સ ટ્રેડ કરતા પહેલાં સલગાંવકર સાથે ચચર્િ કરતા હતા અને આ માહિતી સલગાંવકર કેતન પારેખને આપતો હતો. તેનો ઉપયોગ કરીને કેતને અલગ-અલગ ખાતામાં યોજનાબદ્ધ રીતે ટ્રેડ કરીને ગેરકાયદે નફો કમાઈ લીધો હતો. સેબીના હોલ-ટાઈમ મેમ્બર કમલેશ વાર્શનીએ ઈશ્યૂ કરેલા આદેશમાં કહેવાયું છે કે નોટિસી નં.1 અને નં.2 રોહિત સલગાંવકર અને કેતન પારેખે ફ્રન્ટ-રનિંગ એક્ટિવિટી દ્વારા બિગ ક્લાયન્ટ સંબંધિત પબ્લિકને ખબર ન હોય તેવી માહિતી દ્વારા કમાણી કરવાની સ્કીમ તૈયાર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application