BREAKING NEWS

ઈરાન-ઈઝરાયેલ જંગમાં રશિયાને લાગી 'લોટરી': પુતિન થશે માલામાલ, પણ ભારત માટે ખતરાની ઘંટડી

  • March 01, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાડી દેશોમાંથી આવી રહેલા એક સમાચારાએ સમગ્ર વિશ્વના અર્થતંત્રના ધબકારા વધારી દીધા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા યુરોપિયન યુનિયનના નેવી મિશન 'એસ્પાઈડ્સ'ને કડક રેડિયો સંદેશ મળ્યો છે કે, 'હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)' માંથી હવે કોઈ પણ જહાજને પસાર થવાની મંજૂરી નથી. આ માત્ર લશ્કરી ચેતવણી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લગાડનારી એક ખતરનાક ચિંગારી સાબિત થઈ શકે છે.


દુનિયાની 'તેલની નસ' પર ઈરાનનો પહેરો
હોર્મુઝની સામુદ્રધુનીને વૈશ્વિક ઉર્જા પુરવઠાની સૌથી મહત્વની નસ માનવામાં આવે છે. વિશ્વમાં વપરાતા કુલ કાચા તેલનો લગભગ 20 ટકા હિસ્સો (રોજના આશરે 2.1 કરોડ બેરલ) આ એકમાત્ર રસ્તેથી પસાર થાય છે. જેમાં સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને ઈરાન જેવા મોટા તેલ ઉત્પાદકો આ માર્ગે જ પોતાનું તેલ ઓમાનની ખાડી અને અરબ સાગર થઈને દુનિયા સુધી પહોંચાડે છે. આ રસ્તો બંધ થવાનો અર્થ છે - વૈશ્વિક બજારમાં તેલની ભારે અછત અને કિંમતોમાં તોતિંગ ઉછાળો.


રશિયા માટે સુવર્ણ તક

ઈરાનની આ નાકાબંધીનો સૌથી મોટો ફાયદો રશિયાને થવા જઈ રહ્યો છે. તેની પાછળનું ગણિત નીચે મુજબ છે:


ચીનની નિર્ભરતા: ચીન દુનિયાનો સૌથી મોટો કાચો તેલ આયાતકાર છે અને ઈરાની તેલનો મુખ્ય ખરીદનાર છે. ઈરાનના કુલ નિકાસનો 80% હિસ્સો એકલું ચીન ખરીદે છે.


વિકલ્પ તરીકે રશિયા: હોર્મુઝનો રસ્તો બંધ થતા ચીનની રિફાઈનરીઓ પાસે હવે રશિયા પાસેથી તેલ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.


પુતિનને ફાયદો: રશિયા પહેલેથી જ ચીનને રેકોર્ડ સ્તરે તેલ વેચી રહ્યું છે. ફેબ્રુઆરી 2026 માં ચીને રશિયા પાસેથી રોજના 20 લાખ બેરલથી વધુ તેલ મંગાવ્યું છે. ઈરાન પરના પ્રતિબંધો રશિયાના 'યુરાલ્સ ક્રૂડ' માટે બજાર મોકળું કરી દેશે.


ભારત માટે કેમ છે ચિંતાનો વિષય?
રશિયાને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ ભારત માટે સ્થિતિ ગંભીર છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 50 ટકા કાચું તેલ આ હોર્મુઝ સામુદ્રધુનીના માર્ગે મંગાવે છે. જો આ રસ્તો લાંબો સમય બંધ રહે, તો ભારતમાં તેલનો પુરવઠો ખોરવાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે. તેમજ તેલ મોંઘું થતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડશે અને સામાન્ય જનતાની કમર તોડી શકે છે.


હોર્મુઝ બંધ થવાથી ભારત માટે ખતરો
રશિયા પહેલાથી જ ચીનને રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઇલ વેચી રહ્યું છે. નવા અંદાજ મુજબ, ફેબ્રુઆરીમાં ચીને રશિયા પાસેથી દરરોજ 2 મિલિયન બેરલથી વધુની આયાત કરી હતી. દરમિયાન, કડક પશ્ચિમી પ્રતિબંધો અને યુએસ વેપાર કરારના દબાણને કારણે ભારતે રશિયા પાસેથી તેની તેલ આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરિણામે, ચીને રશિયાના સસ્તા યુરલ્સ ક્રૂડને વધુને વધુ ખરીદવાનું શરૂ કર્યું છે, જે બેન્ચમાર્ક ભાવો કરતાં લગભગ $9 થી $11 પ્રતિ બેરલ સસ્તા ભાવે ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application