રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે ચંદ્ર પર ઓટોમેટેડ ન્યુકિલયર રિએકટર બનાવવા માટે ચીન સાથે કામ કરવાની યોજના જાહેર કરી છે. ખાસ વાત એ છે કે આ રિએકટરને ચદ્રં પર માણસને મોકલ્યા વગર જ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઓપરેશન બંને દેશો દ્રારા સંયુકત રીતે સંચાલિત કરવામાં આવશે. બેઝનું નામ ઈન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન હશે. લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર, ચીનનું કહેવું છે કે આઈએલઆરએસ તમામ દેશો અને આંતરરાષ્ટ્ર્રીય ભાગીદારો માટે ખુલ્લું રહેશે.
જો કે, ચીની સ્પેસ એજન્સી કેન્સા સાથેના બગડતા સંબંધો અને રોસકોસ્મોસ સાથેના તાજેતરના તણાવને કારણે, નાસાના અવકાશયાત્રીઓને ભાગ્યે જ આ બેઝની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે. યુક્રેન પર હત્પમલાને લઈને અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. તેના જવાબમાં રશિયન સ્પેસ એજન્સીએ ૨૦૨૫ સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
રોસકોસ્મોસના ડાયરેકટર જનરલ યુરી બોરીસોવે જણાવ્યું કે, અમારા ચીની ભાગીદારો સાથે મળીને અમે ૨૦૩૩–૨૦૩૫ સુધીમાં ચંદ્રની સપાટી પર પાવર યુનિટ સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ પડકારજનક કાર્ય માણસોની હાજરી વિના આપોઆપ થઈ જશે. આને લગતા જરી તકનીકી ઉકેલો લગભગ તૈયાર છે. રોસકોસ્મોસ ચદ્રં પર જરી સામગ્રીનું પરિવહન કરશે. આ માટે મોટા પાયા પર પરમાણુ સંચાલિત રોકેટના ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પરમાણુ રિએકટર ચંદ્રના આધાર માટે યોગ્ય રહેશે, કારણ કે ત્યાં સોલાર પેનલ દ્રારા પૂરતી ઉર્જા ઉત્પન્ન કરવી અને સંગ્રહ કરવી શકય નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech