મહાપાલિકામાં આધાર માટે ધસારો; રોજ ૪૦૦ અરજી

  • April 04, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા વચ્ચે પણ રાજકોટ મહાનગરપાલિકામાં જો કોઇ વિભાગમાં અરજદારોનો ધસારો યથાવત રહ્યો હોય તો તે છે આધારકાર્ડ વિભાગ. રાજકોટ મહાનગરપાલિકાની ઢેબર રોડ સ્થિત મુખ્ય સેન્ટ્રલ ઝોન ઓફિસ, વેસ્ટ ઝોન ઓફિસ અને ઇસ્ટઝોન ઓફિસ સહિતના આધારકાર્ડ કેન્દ્રોમાં હાલ દરરોજ સરેરાશ ૪૦૦ જેટલી અરજદારો ઉમટી રહ્યા છે.

નવા આધારકાર્ડની કામગીરી તો ૧૦૦ ટકા પૂર્ણ થઇ ગઇ છે પરંતુ હવે સુધારા, વધારા અને ઉમેરા માટેની અરજીઓ સાથે અરજદારોનો ધસારો થતા ઉપલબ્ધ કીટ ઓછી પડી રહી છે. વિશેષમાં આધારકાર્ડ કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ સુધી ત્રણેય ઝોનમાં કુલ નવ કીટ કાર્યરત હતી જે ઓછી પડતા આજથી વધુ ત્રણ કીટ સહિત કુલ ૧૨ કીટ કાર્યરત કરાઇ છે. સોમવારે અને બુધવારે વિશેષ ધસારો રહે છે. આગામી દિવસોમાં હજુ વધુ ચાર કીટ સેવામાં મુકાશે પરંતુ હાલ તે માટે સ્ટાફનું રજિસ્ટ્રેશન અને ટ્રેનીંગની કામગીરી ચાલી રહી છે. અરજદારોના ધસારાને પહોંચી વળવા માટે હવે વેસ્ટ ઝોનમાં નાના મવા મલ્ટી એકિટવિટી સેન્ટર અને ઇસ્ટ ઝોન ઓફિસમાં નવા આધુનિક આધાર કેન્દ્રો બનાવાશે જેની કામગીરી ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા પછી શ થશે, આ માટે બજેટમાં પણ જોગવાઇ કરાઇ છે

રાજકોટ શહેરમાં આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ તેમ છતાં રોજ આટલી અરજી કેમ ?
(૧) સ્થળાંતરિત થઇ રાજકોટમાં રહેવા આવતા નાગરિકો
(૨) મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી અપડેટ કરવા
(૩) નાના બાળકોના કિસ્સામાં ફિંગર પ્રિન્ટ અપડેટ કરવા
(૪) પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવા
(૫) વોટર આઇડી સાથે આધાર કાર્ડ લિન્ક કરવા
(૬) રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવા
(૭) નામ, અટક કે એડ્રેસમાં રહેલી જોડણી ભૂલ સુધારવા
(૮) કેવાયસી માટે રજુ કરતા પૂર્વે ડિટેલ્સ અપગ્રેડ કરવા
(૯) ખુબ જુનો ફોટો હોય તો લેટેસ્ટ ફોટો અપડેટ માટે
(૧૦) નવજાત શિશુઓનું આધારકાર્ડ કઢાવવા માટે

આધારકાર્ડ માટે અરજદારોનો મહાપાલિકામાં જ ધસારો કેમ ? આ છે મુખ્ય ૧૦ કારણો...
(૧) બેન્કોમાં જવાબ મળતા ન હોય કામ થતું નથી
(૨) પોસ્ટ ઓફિસોમાં ગોકળ ગાયની ગતિએ કામ
(૩) મહાનગરપાલિકામાં યોગ્ય પ્રત્યુત્તર, ઝડપી પ્રક્રિયા
(૪) ગ્રામ્યમાં વિલંબે કામ થતા ત્યાંના લોકોનો ધસારો
(૫) કોર્પેારેટરનો દાખલો સ્થળ ઉપરથી જ મળી જાય
(૬) બર્થ સર્ટિફિકેટ ન હોય તો અરજી કરતા નકલ મળે
(૭) મેરેજ રજિસ્ટ્રેશન સર્ટી.ન હોય અરજી કરતા મળે
(૮) સહી સિક્કા માટે પદાધિકારીઓ સતત ઉપલબ્ધ
(૯) મ્યુનિ.આધાર કેન્દ્રો ઝોનવાઇઝ હોય દૂર જવું ન પડે
(૧૦) આયુષ્યમાન કાર્ડ માટે આધારમાં સુધારા વધારા કરવ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application