રાજકોટના ગોંડલ ખાતે વર્ષ 2002માં થયેલા ચકચારી રાજવાડી હુમલા કેસમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ગોંડલની રાજવાડી નામની જમીન પર કબજો મેળવવાના પ્રયાસમાં આ હુમલો થયો હતો. આ કેસમાં તોડફોડ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા.
આ કેસમાં જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, ગિરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ, રામભાઈ રણમલભાઈ આહીર, સાલ્મીનભાઈ સીરાઉદીન પઠાણ, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર, જયરાજભાઈ ડોસણભાઈ બસીયા અને રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
રાજકોટના ગોંડલમાં વર્ષ 2002માં થયેલા ચકચારી રાજવાડી હુમલા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ગોંડલની રાજવાડી નામની જમીન પર કબજો મેળવવાના પ્રયાસમાં આ હુમલો થયો હતો, જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.
ફરિયાદી રામજીભાઈ પ્રાગજીભાઈ મારકણાએ આ હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે 18 ફેબ્રુઆરી 2002ના રોજ આરોપીઓએ લાકડી, ધારિયા, પાઈપ, તલવાર અને તમંચા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ કેસમાં જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, ગિરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ, રામભાઈ રણમલભાઈ આહીર, સાલ્મીનભાઈ સીરાઉદીન પઠાણ, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર, જયરાજભાઈ ડોસણભાઈ બસીયા અને રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે પુરાવાના અભાવે આરોપીઓને દોષિત સાબિત કરી શકાય તેમ નથી. આ કેસમાં અનેક આરોપીઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. રાજવાડીની જમીનનો વિવાદ ગોંડલમાં અનેક હત્યાઓનું કારણ બન્યો હતો, જેના કારણે આ કેસ ખૂબ જ સંવેદનશીલ હતો. કોર્ટના આ ચુકાદાથી રાજકોટ અને ગોંડલમાં ભારે ચર્ચા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech