BREAKING NEWS

કોટડા સાંગાણી–રાજકોટ ગ્રામ્યના છ રસ્તાઓ માટે રૂા. ૧૯૯૫ લાખ મંજૂર

  • May 18, 2026 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડા સાંગાણી તાલુકા તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણ નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરતો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાય સરકાર દ્રારા લેવામાં આવ્યો છે. આ વિસ્તારના બિસ્માર અને ખરાબ રસ્તાઓથી પરેશાન વાહનચાલકો અને સ્થાનિક પ્રજાજનોની મુશ્કેલીઓનો હવે અતં આવશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ પંથકના ૬ મુખ્ય રસ્તાઓના નવીનીકરણ, ડામરકામ, રોડ ફર્નિશિંગ તેમજ નાળા રીપેરિંગના કામો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા રૂા.૧૯૯૫ લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
લાંબા સમયથી આ રસ્તાઓની હાલત ઘણી ખરાબ હોવાના કારણે સ્થાનિક વાહનોની અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ પ્રશ્ન રાજકોટ અને કોટડા સાંગાણીના મુખ્ય માર્ગેાના જોડાણને સ્પર્શતો હોવાથી, વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્રારા વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી. લોકોની આ સમસ્યાને વાચા આપતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે સત્વરે બજેટ ફાળવવા અંગત રસ લઈ મજબૂત રજૂઆત કરી હતી, જેને મુખ્યમંત્રીએ તાત્કાલિક સ્વીકારીને આ મોટી રકમ મંજૂર કરી દીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application