નીટ કૌભાંડ: રોયલ એકડમીના પેથાણીએ ચાર વાલીઓ પાસેથી પૈસા લીધાનું ખુલ્યું

  • May 08, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નીટમાં 650 થી વધુ માર્ક અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે જેતપુરના કારખાનેદારે ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૂત્રધાર વિપુલ તરૈયાની ધરપકડ કર્યા બાદ આ મામલે તપાસ હાથ ધરી રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર રોયલ એકેડમી સ્કૂલના સંચાલક રાજેશ પેથાણીની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા અદાલતે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજેશ પેથાણીની પુછતાછમાં આ પ્રકારે તેણે ચાર વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યાનું સામે આવ્યું છે. કૌભાંડમાં સંડાવેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસી યથાવત રાખી છે.


જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના અમરનગર રોડ પર રહેતા કારખાનેદાર તુષારભાઈ અરવિંદભાઈ વેકરીયા (ઉ.વ 40) ની ફરિયાદ પરથી આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચમાં ધોરાજીની કલ્યાણ સોસાયટીમાં રહેતા રાજેશ હરિભાઈ પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેનો ભાઈ પ્રકાશ અને કર્ણાટકના બેલગાંવના મનજીત જૈન સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે.આ ટોળકીએ ફરિયાદીના પુત્રને નીટ પાસ કરાવી દેવાનું કહી તેમની પાસેથી રૂપિયા 30 લાખ લીધા હતા.


છેતરપિંડીના આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયાને ઝડપી લીધા બાદ ધોરાજીમાં રહેતા અને રાજકોટમાં તથા ધોરાજીમાં રોયલ એકેડમી નામે સંસ્થા ચલાવતા રાજેશ પેથાણીની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


પોલીસે રોયલ એકેડમીના સંચાલક રાજેશ પેથાણીની પૂછતાછ કરતા રાજેશ તુષારભાઈ ઉપરાંત અન્ય ત્રણ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી પણ લાખો રૂપિયા ઉઘરાવ્યાનું સામે આવ્યું છે. પોલીસે ભોગ બનનાર વાલીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપી કર્ણાટકના બેલગાંવમાં રહેતા મનજીત જૈન તથા ધવલ સંઘવી અને પ્રકાશ તેરૈયાને ઝડપી લેવા શોધખોળ કરાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application