અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી ફરી ખડખડાટ હસાવશે
સિંઘમ અગેઇન બાદ હવે અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી ફરી કોમેડી ફ્રેન્ચાઇઝી સાથે થિયેટરમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એ કહ્યું તેની કોપ એક્શન ફિલ્મ પહેલા ગોલમાલ 5 થિયેટરમાં આવશે.
અત્યારે થિયેટરમાં લોકો રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઇન જોઈ રહ્યા છે અને ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલિઝને હજુ આઠ દિવસ થયા છે એવામાં સમાચાર આવ્યા કે અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી ફરી કોમેડી ફ્રેન્ચાઇઝી સાથે થિયેટરમાં જોવા મળશે.
અજય દેવગને તેની આવનારી ફિલ્મોની પુષ્ટિ કરતાં કહ્યું- 'શૈતાન 2 હાલમાં લખાઈ રહી છે. એક ટીમ આવનાર દ્રશ્યમ ફિલ્મ પર પણ કામ કરી રહી છે. દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યું, 'મને લાગે છે કે કોઈપણ કોપ ફિલ્મ પહેલા આગામી ફિલ્મ ગોલમાલ હશે.
દિગ્દર્શકે સ્પષ્ટ કર્યું કે 'ગોલમાલ 5' તેની આગામી કોપ એક્શન ફિલ્મ પહેલા થિયેટરોમાં આવશે. રોહિત શેટ્ટીએ કહ્યું કે 'તે ફરી એકવાર મોટા પડદા પર એક્શનમાં આવતા પહેલા 'ગોલમાલ'ની હાસ્યથી ભરેલી દુનિયામાં પાછા ફરવા માંગે છે.'
ગોલમાલ સીરિઝમાં અજય દેવગન, અરશદ વારસી અને તુષાર કપૂર જેવા કલાકારો જોવા મળે છે. 2006માં ગોલમાલ: ફન અનલિમિટેડ ફિલ્મ રીલીઝ થઈ હતી. આ પછી ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3 અને ગોલમાલ અગેઇન આવી અને દરેક ફિલ્મે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. એવામાં હવે ચાહકો આતુરતાથી ગોલમાલ 5ની રાહ જોઈ રહ્યા છે.અજય દેવગન પાસે હાલમાં એક કરતા વધુ સિક્વલ ફિલ્મો પાઇપલાઇનમાં છે. 'શૈતાન 2', 'દ્રશ્યમ 3' અને 'ગોલમાલ 5' ઉપરાંત, આ યાદીમાં 'રેઈડ 2', 'દે દે પ્યાર દે 2' અને 'ધમાલ'ની સિક્વલનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech