ટોટલ 335.31 કરોડના જુદા-જુદા કામો મંજુર થતાં અને ટેન્ડરો બહાર પડી જતાં 3-4 વર્ષ બાદ ટ્રાફિકની સમસ્યામાં મળશે સારી એવી રાહત: ધોરી માર્ગોના નવીનીકરણ અને ફલાય ઓવરબ્રિજ ઉપરાંત શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા મોટા ઉપાયોની ખાસ જરીયાત: ક્રાંતિકારી નિર્ણયો લેવા જોઇએ...
છેલ્લા ચારેક દિવસમાં જામનગર શહેરને જોડતા જિલ્લાના ધોરીમાર્ગો પર ટોટલ 335.31 કરોડના ખર્ચે જુદા-જુદા જંગી વિકાસ કાર્યોને લીલીઝંડી આપવામાં આવી છે, સો ટકા તેનાથી હાઇવે પર વાહન ચાલકોને સવલત મળશે, ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે અને ધોરીમાર્ગો વધુ સલામત બનશે ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે શહેરી વિસ્તાર માટે શીરદર્દ બનેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આ પ્રકારની કોઇ મોટી યોજનાઓ કયારે જાહેર થાય છે અને જેવા ક્રાંતિકારી નિર્ણયોની જર છે એવા મોટા ફેંસલા કયારે કરવામાં આવે છે એ જોવાનું રહ્યું.
દા.ત.વધતી જતી વાહનોની સંખ્યા માટે શહેરના માર્ગો પુરતા નથી તેવું અવારનવાર પુરવાર થઇ ચૂકયું છે, વર્તમાન ટાઉન પ્લાનીંગની સ્થિતિ મુજબ હવે રોડ મોટા થઇ શકે તેવી તો કોઇ સ્થિતિ કમસેકમ શહેરમાં નથી ત્યારે જરી છે કે, વ્યવહારીક અને ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવે, જેમ કે ટાઉનહોલ, ત્રણબતી સર્કલ, ડીકેવી, દરબારગઢ, ચાંદીબજાર સર્કલ, સહિતના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં જે મોટા-મોટા આઇલેન્ડ છે તેને ખુબ નાના બનાવવાની જર છે જેથી કરીને આપોઆપ રસ્તા મોટા થઇ જાય અને સવલત મળી શકે.
માત્ર ટાઉનહોલની જ વાત કરીએ તો આ એવો ધમધમતો વિસ્તાર છે કે જયાં બેડીગેઇટ તરફથી, લાલબંગલા તરફથી વાહનોનો સતત ધસારો ચાલું રહે છે, ટાઉનહોલનું સર્કલ એટલું મોટુ છે કે ખરેખર એવું દેખાય છે કે, અકારણે મોટી જગ્યા વેડફાઇ રહી છે, વચ્ચે જે ફુવારો છે તેના પર રામ રમી ગયા છે, આ કયારેય ચાલું જ નથી હોતો, આ સંજોગોમાં આ જગ્યાનો સદઉપયોગ શું કામ ન થાય ?
એક તો એ રસ્તો છે કે અહીં સર્કલની જે મોટી જગ્યા છે તેમાં બે કે ત્રણ માળનું પાર્કીંગ બની શકે જેથી કરીને ટાઉનહોલ વિસ્તારમાં પાર્ક થતાં વાહનોની સમસ્યાનું નિવારણ આવી શકે અને જો આ શકય ન હોય તો વહેલામાં વહેલી તકે સર્કલને ખુબ નાનુ કરવું જોઇએ જેથી કરીને વાહનોને પુરતી જગ્યા મળી શકે અને વ્યવહાર ખોરવાય નહીં.
જામનગર શહેરનો વિકાસ હવે પુરપાટ ઝડપે થશે, કારણ કે ા.7397.87 લાખના ખર્ચે ઠેબા ચોકડી પાસે અદ્યતન સીકસલેન ઓવરબ્રિજ અને સમર્પણ સર્કલ પાસે ા.4434.02 લાખના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજના ટેન્ડર પણ હવે તા.2ના રોજ બહાર પડશે ત્યારે આગામી દિવસોમાં અન્ય પ્રોજેકટ પણ શ થશે જેમાં ા.3251.61 લાખના ખર્ચે નવું ઓડીટોરીયમ અને મેહુલ સિનેમા પાસે અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ શ થશે.
જામનગર શહેરના મુખ્ય રસ્તાઓને આગામી દિવસોમાં પેવરથી મઢવામાં આવશે, જેમાં લાલબંગલાથી સાતરસ્તા, ટાઉનહોલથી પટેલકોલોની શેરી નં.10 તેમજ લાલપુર બાયપાસના મોટા રસ્તાને ગૌરવ પથ નામ આપીને આકર્ષક બનાવાશે, સ સેકશન રોડને પણ એકબાજુ મોટી ફુટપાથ રાખીને વૃઘ્ધો માટે બેસવા બાંકડા પણ ગોઠવાશે અને રસ્તાને પેવરથી મઢવામાં આવશે, આમ જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓ અને અનેક વિકાસના કામોને હવે ગતી મળશે. શહેરમાં તમામ ડીવાઇડર અને રસ્તાની સાઇડની દિવાલોને ઝડપથી કલરકામ થઇ રહ્યું છે અને શહેરની બ્યુટીફીકેશન દીશામાં કોર્પોરેશને પગલું ભર્યુ છે તે ખુબ જ આવકારદાયક છે.
આ ઉપરાંત ા.94.40 કરોડના ખર્ચે જામનગર-સમાણા-ફુલનાથ રોડને 10 મીટર પહોળો કરવો, આ રોડનું મજબુતીકરણ કરવું તેમજ સ્ટ્રકચર રીક્ધસ્ટ્રકશન તથા સી.સી.રોડના કામને મંજૂરી આપવામાં આવેલ છે. જ્યારે ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડને રૂ.23.50 કરોડના ખર્ચે 7 મીટર પહોળો કરવાની તેમજ મજબુતીકરણની કામગીરી, રૂ.64.45 કરોડના ખર્ચે ધ્રોલ-કાલાવડ વાયા ડાંગરા-સણોસરા રોડ તેમજ રૂ.28.50 કરોડના ખર્ચે સડોદર-મેથાણ-બગથરા-બુટાવદર-માંડાસણ-મોટી પાનેલી રોડને 3.66 મીટરમાંથી 7 મીટર પહોળો કરવાની કામગીરીને મંજૂરી આપવા આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડના ખર્ચે અલિયાબાડા વિઝરખી રોડ પર મેજર બ્રિજ તેમજ વાડીનાર એપ્રોચ રોડ પર રૂ.1.20 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી અપાઈ છે. આમ, જામનગર શહેર જિલ્લામાં હવે આધુનિક રસ્તાઓ સાથે અવનવા પ્રોજેકટ પણ ચાલું થઇ રહ્યા છે તેથી જામનગર જિલ્લાનો વિકાસ ઝડપથી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech