ઉપલેટા વિધાનસભામાં ૨,૬૯,૩૬૮ મતદાતાઓને મતદાનનો અધિકાર

  • May 06, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીના આડે ગણતરીના કલાકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે બાકી રહ્યા છે. બીજીબાજુ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ પણ સતત વોચ રાખી રહી છે. માથાભારે અને અસામાજીક તત્વોને ભરી પીવા માટે એક ડીવાયએસપી, એસપી. બે પીઆઈ અને ત્રણ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ બાજ નજર રાખી રહ્યા છે. ઉનાળાની ગરમીને કારણે લોકો સહેલાયથી મતદાન કરી શકે તે માટે સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી એટલે કે, ૧૨ કલાક જેવા સમય આપવામાં આવ્યો છે. 

પોરબંદર લોકસભામાં આવતી ઉપલેટા ધોરાજી વિધાનસભાની સીટીમાં ૧૩૮૮૦૨ પુ‚ષ મતદારો, ૧૩૦૫૬૪ મહિલા મતદારો અને બે થર્ડ જેન્ડર (વ્યંઢળ) મળી કુલ ૨૬૯૩૬૮ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા ૨૦૧૯માં કુલ મતદાનમાં ૫૦.૮૬ ટકા સ્ત્રીઓ અને ૫૯.૯૨ ટકા પુષોએ મતદાન કર્યું હતું. પણ ૨૦૨૨માં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં સ્ત્રીઓએ ૫૨.૭૪ પુષોએ ૬૧.૩૮ ટકા જેવું મતદાન કર્યું હતું. તે ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણી કરતા વધુ હતું. આ વખતે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન કરવામાં જાગૃતિ આવે તે માટે ચૂંટણી અધિકારી મહેશ ધનવાણી દ્વારા અથાક પ્રયાસો કરી કોલેજોમાં મતદાન જાગૃતતાના કાર્યક્રમોમાં આંગણવાડીમાં યુવા મતદારો માટે ચુનાવ પાઠશાળા, સેલ્ફઝોન, મતદાન જાગૃતતા રેલી જેવા કાર્યક્રમો આપી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. 

ઉપલેટા ધોરાજી વિધાનસભા સીટ નીચે ત્રણ શહેરોમાં ભાયાવદર, ધોરાજી અને ઉપલેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ઉપલેટાના ૫૧ ગામો અને ધોરાજીના ૩૦ ગામો મળી કુલ ૮૧ ગામોનો સમાવેશ થયો છે. જયારે કુલ ૨૬૯૩૬૮ મતદારો માટે ૨૬૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં સરકારી વિભાગના જુદા જુદા ડીપાર્ટમેન્ટના ૬૦૯ મહિલાઓ અને ૫૭૬ પુ‚ષો મળી કુલ ૧૧૮૫ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, આ જવાબદારીમાં મહિલાઓની સંખ્યા પુ‚ષો કરતા વધુ જોવા મળી છે. જયારે વિધાનસભા નીચે આવતા કુલ ૨૬૬ બુથમાંથી ૧૩૬ બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં શહેરી વિસ્તારના ઉપલેટામાં કુલ ૪૨ બુથ અને ભાયાવદરમાં કુલ ૧૪ બુથ મળી કુલ ૬૨ બુથ ઉભા કરાયા છે. વિધાનસભાની સીટમાં સૌથી વધુ મતદાર ધરાવતું બુથ હોય તો ઉપલેટા શહેરનું મતદાન મથક ૧૦ નંબરમાં ૧૪૮૩ મતદારો છે જયારે ઓછું મતદાન ધરાવતું બુથ તાલુકાના કેરાળા ગામનું જયાં ૨૩૮ મતદારો છે. ૨૬૬ મતદાન મથકો ઉપર શાંતિપુર્ણ મતદાન થાય તે માટે ડીવાયએસપી, ૨ પીઆઈ, સુપરવાઈઝરને જવાબદારી આપવામાં આવી છે. જયારે ઉપલેટા પંથક માટે ૧ પીઆઈ, ૨ પીએસઆઈ મળી કુલ ૧૫૬ પોલીસને ફરજ સોંપવામાં આવી છે. તેમાં ઉપલેટા ટાઉન અને ૧૪ ગ્રામ્ય વિસ્તારમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ભાયાવદર પંથકના ૩૧ ગામો માટે પેરામીલીટરી, ૪ પીએસઆઈ મળી કુલ ૨૨૫ જેટલા પોલીસ બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ પણ શરૂ  કરવામાં આવ્યા છે જેના નંબર ૦૨૮૨૪ ૨૨૧૮૮૭ છે. 

અધિકારનો આપણે ઉપયોગ કરવો જોઈએ: ચૂંટણી અધિકારી ધનવાણી 



આવતીકાલે દેશમાં લોકશાહી પર્વની શાનદાર ઉજવણી મતદાન કરીને લોકો ઉજવે અને દેશના બંધારણમાં આપેલા અધિકારનો ઉપયોગ કરે મતદારો કરે જનતાએ તેના જનાદેશ નકકી કરવાનો દિવસ કાલે છે. તેમાં આ સાથે મળી વધુમાં વધુ મતદાન કરી સાથે સૌ મતદાતાઓને મતદાન કરાવી દેશના હિતમાં મતદાન કરી આપણી ફરજ અદા કરીએ તેમ ઝોનલ ચૂંટણી અધિકારી અને ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણીએ અપીલ કરી છે. 

કાંકરીચારો કરનારઓની ખેર નથી: પીઆઈ ગોહિલ 

લોકો શાંતિપૂર્ણ મતદાન કરવા લોકોને અપીલ કરી છે. ખાસ કરીને યુવાનો વધુ મતદાન કરે દેશના લોકશાહી પર્વમાં તેનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સાથે સાથે મતદાનના  દિવસે કોઈ અસામાજીક તત્વો કાયદો હાથમાં લે કે કાંકરી ચારો કરે તો તેને ભરી પીવાની તૈયારી પોલીસ સંપુર્ણ તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application