ભારત સરકાર દ્રારા આરોગ્ય કાર્યક્રમોમાં પુરૂષોની ભાગીદારી વધારવાના હેતુથી પુરૂષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબકકામાં કરવામાં આવી હતી. ૨૧ નવેમ્બરથી ૨૭ નવેમ્બર સુધી મોબીલાઈઝેશન ફેઝ તથા ૨૧ નવેમ્બરથી ૦૪ ડીસેમ્બર સુધી સર્વિસ ડીલીવરી ફેઝ એમ બે તબક્કા દરમિયાન એન.એસ.વી. બાબતે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પુષો માટે ગુશીબીર, લઘુશીબીર, ગ્રુપ મીટીંગ, વોલપેન્ટીંગ, ભીંતસુત્રો અને પ્રદર્શનો કરાયા હતા. વેબીનારના માધ્યમથી એન.એસ.વી.ની માહિતી આપવામાં આવી હતી. જાહેર સ્થળોએ એન.એસ.વી.ના બેનર્સ, પોસ્ટર ડીસ્પ્લે કરવામાં આવ્યા હતા. પેમ્પલેટ વિતરણ, વ્યકિતગત સંપર્ક કરવામાં આવ્યા હતા.. આરોગ્ય કર્મચારીઓ દ્રારા લક્ષતિ દંપતીની મુલાકાત લઇને એન.એસ.વી. વિશે ફલીપ કાર્ડ થકી સમજાવીને તેમજ બે કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતીની મુલાકાત લઇને કાઉન્સેલીંગ કરીને એન.એસ.વી. કેસ વિશે વિસ્તૃત માહીતી આપી કેસ તૈયાર કરવામાં આવ્યા હતા. આમ છતાં પરિણામ ની દ્રષ્ટ્રિએ જોઈએ તો દળી દળીને ટાંકણીમાં જેવું થયું છે. ૧૫ દિવસની ઉજવણી અને તે પૂર્વેની તૈયારી સહિતના સમયગાળા પછી પણ માત્ર ત્રણ ઓપરેશનો પુરૂષ નસબંધીના થયા હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સાધનોમાંથી જાણવા મળે છે.
આ માટે ગામના આશાબહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સ્ટાફ વગેરે કામે લાગ્યો હતો પરંતુ પરિણામ મળ્યું નથી. આરોગ્ય વિભાગના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ આવું માત્ર રાજકોટમાં જ થયું નથી રાયના મોટાભાગના વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે અને યારે આ ઝુંબેશની શરૂઆત કરી ત્યારે જ અમને આ પ્રકારના પરિણામની અપેક્ષા હતી. આમ છતાં પ્રયત્નોમાં કયાંય કચાસ ન રહી જાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જયારે દેશ આઝાદ થયો ત્યારે આ ઝુંબેશને સારી સફળતા મળતી હતી અને કુટુંબ નિયોજનમાં પુરૂષ તથા મહિલા બંનેની સારી ભાગ ભાગીદારી હતી. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી પુરૂષ ઓપરેશનનું પ્રમાણ ૮૦.૫ ટકા જેટલું રહ્યું હતું. પરંતુ તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. અત્યારે પુરૂષ નસબંધીનું પ્રમાણ સમગ્ર દેશમાં ૦.૩% છે ત્યારે ક્રી નસબંધીનું પ્રમાણ ૩૭.૯% જેટલું છે. છેલ્લા ૨૫ વર્ષમાં સ્ત્રી નસબંધીના પ્રમાણમાં સતત વધારો થતો જાય છે યારે પુરૂષ નસબંધીનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અને તેના કારણે પરિવાર નિયોજનની જવાબદારી એકમાત્ર મહિલાના શિરે આવી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પરિવાર નિયોજન માટે નસબંધી ઉપરાંતના અનેક નવા સાધનો અસ્તિત્વમાં આવ્યા હોવાથી નસબંધીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જોકે જે નવા સાધનો અને ટેબલેટ બજારમાં મળી રહી છે તેનો ઉપયોગ પણ મહદંશે મહિલાઓ જ કરતી હોય છે. આ અધિકારીએ વધુમાં એક એવી ચોકાવનારી વાત પણ કરી હતી કે દેશ આઝાદ થયો ત્યારે ૧૯૫૨માં હાથ ધરાયેલા સર્વેમાં પ્રતિ મહિલા દીઠ બાળકનો જન્મ દર ૬.૧૮% હતો. જે ૧૯૮૦ ના સર્વેમાં ઘટીને ૪.૬૦% થઈ ગયો હતો અને અત્યારે છેલ્લે ૨૦૨૧ માં માત્ર ૨.૨% રહેવા પામ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech