રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનની કાયાપલટ: 26.80 કરોડનો ખર્ચ કરાયો
સ્ટેશન પર દરરોજ આશરે 6900 મુસાફરોની અવરજવર; ટૂંક સમયમાં ઉદ્ઘાટન
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ભક્તિનગર રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની મધ્યમાં આવેલા આ મહત્વપૂર્ણ સ્ટેશનને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. પરિયોજનાના લગભગ તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને સ્ટેશનનું ઉદ્ઘાટન આગામી દિવસોમાં પ્રસ્તાવિત છે, ત્યારબાદ મુસાફરોને આ સુવિધાઓનો પૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારિક રેલ કેન્દ્ર હોવાની સાથે-સાથે ભક્તિનગર રેલવે સ્ટેશન દરરોજ આશરે 6,900 મુસાફરોની અવરજવરવાળું અગ્રણી સ્ટેશન છે. મુસાફરોની વધતી જતી જરિયાતોને ધ્યાનમાં રાખીને ા.26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે ા.11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિમર્ણિ માટે ા.14.99 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર 2 તેમજ 3 પર વધારાના કવર શેડનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. સ્ટેશન ભવનને આધુનિક એસીપી ક્લેડિંગ સાથે આકર્ષક સ્વપ આપવામાં આવ્યું છે અને મુસાફરોની સુવિધા માટે અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર વિકસાવવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન ભવનનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટમાં વિશાળ કોનકોર્સ હોલનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. મુસાફરો માટે મહિલા અને પુરુષો માટે અલગ એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલય, આધુનિક વીઆઈપી મ, અદ્યતન સ્વચ્છતા સુવિધાઓ, આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ પ્રણાલી, શ્રેષ્ઠ લાઈટિંગ વ્યવસ્થા અને વેન્ટિલેશનની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. સ્ટેશન પરિસરને હરિયાળું અને આકર્ષક સ્વરૂપ આપવા માટે આશરે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ટેન્સાઈલ રૂફ પોર્ચ, ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ અને દિવ્યાંગજનો માટે સમર્પિત પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેશન પર દિવ્યાંગજન-અનુકૂળ રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ, આધુનિક મોડ્યુલર શૌચાલય, 1 લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ જળ સંપ અને 50,000 લીટર ક્ષમતાની ઓવરહેડ આરસીસી ટેન્ક બનાવવામાં આવી છે.
મુસાફરોની અવરજવરને વધુ સરળ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજ તેમજ વેરાવળ દિશા તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિમર્ણિ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ, 20-20 મુસાફરોની ક્ષમતા વાળી 4 આધુનિક લિફ્ટ સ્થાપિત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશનનો પુનર્વિકાસ રાજકોટ ડિવિઝનની આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.