ધરપકડનો આંક ૩ થયો : અન્ય એક ડઝન શખ્સોની કરાતી તલાશ
જામનગરના વકીલની હત્યા પ્રકરણમાં વધુ બે આરોપીને પોલીસે પકડી કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રીમાન્ડ મંજુર થયા છે. આ પ્રકરણમાં અત્યાર સુધી ધરપકડનો આંક ૩ થયો છે. જયારે અન્ય ૧૨ શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના બેડી વિસ્તારમાં વકીલ હારુનભાઇ પલેજાની ઘાતકી હત્યાના ચકચારી પ્રકરણમાં સાઇચા ગેંગના સાગરીતો સહીત ૧૫ સામે સીટી-બીમાં ગુનો દાખલ થયા બાદ એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી, દરમ્યાનમાં બસીર સાઇચાને પકડી સાત દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો જેની સધન પુછતાછ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓ બાબતે પોલીસ ટુકડીઓ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે.
દરમ્યાનમાં પોલીસ ટુકડી દ્વારા આ પ્રકરણમાં તપાસ કરીને વધુ એક આરોપી સિકંદર નુરમામદ સાઇચાની ધરપકડ કરી હથીયાર તથા કપડા કબ્જે લીધા હતા, ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે સીટી-બી ડીવીઝન દ્વારા આરોપી સિકંદરને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રીમાન્ડ મંજુર કરાયા છે.
દરમ્યાન પોલીસ તપાસમાં ત્રીજો આરોપી દિલાવર હુશેન કકકલની પણ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રીમાન્ડ મંજુર થયા છે આમ એડવોકેટ હત્યા પ્રકરણમાં ધરપકડનો આંક ૩ થયો છે હજુ અન્ય આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
***
યુવકને જીવતો સળગાવાના પ્રયાસમાં જામનગરના શખ્સની ધરપકડ: લગ્નના નામે છેતરાયેલા યુવકે બદલો લેવા કૃત્ય આચર્યાનો ઘટસ્ફોટ
જામનગરના યુવકના બે વચેટ મહિલાઓ રૂપિયા લઈને ભરૂચમાં રહેતી યુવતી જોડે લગ્ન કરાવી આપ્યા હતા.પરતું લગ્ન કરીને ગયેલી યુવતી માત્ર ૧૦ દિવસમાં જ જામનગરથી પરત ભરૂચ ભાગી આવી હતી.ત્યાર બાદ યુવકે પોતાના રૂપિયા લેવા અનેકવાર ફોન કરી અને ભરૂચ આવી પણ આવી ગયો હતો.તેમ છતાંય તેના રૂપિયા પરત નહિ આપતા ઉશ્કેરાયેલા યુવકે તેના ઘરનાને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવી ભરૂચની વસંત મીલની ચાલમાં આવતા દરવાજો કિશન વસાવાએ ખોલતા તેના પર પેટ્રોલ છાંટી સળગાવી ભાગી ગયો હતો.આ આરોપીને ભરૂચ પોલીસે પકડી વધુ તપાસ હાથ ધરી છે.
જુનીવાડી વસંતમીલની ચાલમાં રહેતો કિશન વસાવાના ઘરનો કોઇએ દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલતા એક બુકાનીધારીએ તેના પર પેટ્રોલ નાંખી આગ લગાડી ભાગી ગયો હતો જે મામલામાં બે દિવસથી ભચ બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી હત્યાની કોશિષ કરનારા આરોપીને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમ્યાન તે ભચ હાઇવે પર આવી રહયો હોવાની બાતમી મળતા ટીમે જામનગરના દિલીપ રમેશ સોલંકી નામના શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા તેણે પોતાની કેફીયત રજુ કરતા સમગ્ર ઘટનામાં ચોકાવનાો વણાંક આવ્યો હતો.
તેણે જણાવ્યુ હતું કે તેને લગ્ન કરવા હોઇ તે યુવતીની શોધમા હતો અરસામાં નળીયાદની સંગીતા સાથે થતા તે ભચની શીલા નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને ભચના એક વિસ્તારમાં રહેતી કંચન નામની યુવતિ સાથે લગ્ન કરાવ્યા હતા જેના બદલામાં ૧.૬૫ લાખ લીધા હતા લગ્ન બાદ આશરે ૧૦-૧૫ દિવસમાં પરત ભચ ચાલી ગઇ હતી, દિલીપે પરત બોલાવવા અનેક પ્રયાસ કરવા છતા આવવાનો ઇન્કાર કર્યો હતો જેથી છેતરપીંડીનો અહેસાસ થતા મારી નાખવાનો નિર્ણય લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech