સંગઠન અને સરકારના તાલમેલ માટે દર સાહે બેઠક જરૂરી: પી.એમ.ઓ.ની સુચન

  • August 21, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ મેળવવાનો એક પ્રયાસના ભાગપે વડાપ્રધાન કાર્યાલયની સુચના બાદ એક નવી વ્યવસ્થાની ગોઠવણ થઈ રહી છે ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સરેરાશ દર સાહે એટલે કે સોમવારે અથવા તો આવશ્યકતા મુજબ સાહમાં એક વખત સરકાર અને સંગઠનના મુદ્દાઓ પર બેઠક યોજશે.આ બેઠકમાં તમામ સ્તરના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે બેઠકમાં જર પડે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને પણ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકારની રચનાને નવ મહિના જેટલો સમય પસાર થયો છે


સમયગાળામાં કેટલાક મુદ્દાઓ એવા બન્યા છે કે જેમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નહીં હોવાનું પ્રસ્થાપિત થયું છે આ ગાળામાં સુરત નવસારી વડોદરા અમદાવાદ રાજકોટ ભચ બનાસકાંઠા જિલ્લામાં જન પ્રતિનિધિઓ હોય કે સંગઠનના પદાધિકારીઓ વચ્ચે કયાંક કયાંક નારાજગી અને ઘર્ષણ જોવા મળ્યું છે વહીવટી તત્રં તરફ ચાલતા વહીવટના પ્રશ્નપત્રોને ફરિયાદ લઈને આવતા જન પ્રતિનિધિઓને પણ યોગ્ય પ્રતિસાદ નહીં મળતું હોવાનું પણ પ્રસ્થાપિત થયું છે.


જન પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી કક્ષાએ અલાયદો સેલ શ કરવામાં આવ્યો છે તો બીજી બાજુ વહીવટી તંત્રના પ્રશ્નોને લઈને ધારાસભ્યો કેતન ઇનામદાર જેઠા ભરવાડ નાનું વાનાણી કે કિશોર કાનાણી જેવા ધારાસભ્યોએ પત્રનો વરસાદ વરસાવ્યો છે.તાજેતરમાં બહાર પડેલા પત્રિકા કાંડ ને લઈને ભાજપના અનેક નેતાઓ એ મૌન સાધી લીધું છે આંતરિક વિખવાદ ચરમશીમાએ પહોંચ્યો હોવાની નોંધ વડાપ્રધાન કાર્યાલય દ્રારા લેવામાં આવી છે જેને લઈને આ નવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયું છે.મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથ અને સંકલનની બેઠકમાં જર મુજબ હાજર રહીને મુદ્દાઓના સંકલનમાં ભૂમિકા ભજવવાની સૂચના પણ આપવામાં આવી છે.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રહીને સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ જરી છે તેવા સંજોગો વચ્ચે ઓછા સમયમાં ઝડપથી આગળ વધવા માટે આ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય દ્રારા લેવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application