જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો યોજાયો

  • September 07, 2024 11:51 AM 

જોબફેરના અંતે 221 ઉમેદવારોની પ્રાથમિક રીતે પસંદગી કરાઇ


જિલ્લા રોજગાર કચેરી, જામનગર ખાતે જોબફેર તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શઆતમાં રોજગાર અધિકારી શ્રી સરોજબેન સાંડપા દ્વારા જોબફેર, રોજગારીની તકો, જિલ્લા રોજગાર કચેરીની કામગીરી વિશે ઉમેદવારો અને નોકરીદાતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દર્શિત ભટ્ટ દ્વારા સ્વરોજગાર માટે વિવિધ લોન સહાય વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ અત્રેની કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન, અનુબંધમ પોર્ટલ, જોબફેરની વેકેન્સી વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા.


વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવેલ. આ જોબફેરમાં 16 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. તેમના દ્વારા હાજર રહેલા 310 ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના અંતે 221 જેટલા ઉમેદવારોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ જિલ્લા રોજગાર કચેરી જામનગરના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી વિરેન્દ્રસિંહ વાઢેર અને સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી.


જોબફેરના અંતે મદદનીશ રોજગાર અધિકારી ભારતીબેન ગોજીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News