સૌરાષ્ટ્ર્ર તેમજ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ૩ લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી. ગોંડલ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં જગ્યા ટૂંકી પડી હતી. યાર્ડમાં આવેલ ગ્રાઉન્ડ તેમજ છાપરાઓ ધાણાની આવકથી ખચોખચ ભરાય જવા પામ્યા હતા. અને યાર્ડમાં આવેલ વેપારીઓ તેમજ કમીશન એજન્ટની ઓફિસની બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી. હરાજીમાં ધાણાના ૨૦ કિલોના ભાવ પિયા ૮૦૦– થી ૧૬૫૦– અને ધાણીના ૨૦ કિલોના ભાવ પિયા ૮૦૦– થી ૨૦૦૦– સુધીનો ભાવ બોલાયો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર્રભર માંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવે છે. ગોંડલ યાર્ડના સેક્રેટરી તણભાઈ પાંચાણી એ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓની પુષ્કળ આવક થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને અહીં પોતાની જણસીઓનો પૂરતો ભાવ તેમજ યાર્ડમાં જણસી ઉતારવા થી લઈને જણસીઓનો તત્કાલિક નિકાલ કરવામાં આવે છે. યાર્ડના કર્મચારીઓ દિવસરાત ખડેપગે રહી ખેડૂતોને કોઈ હેરાનગતિ અને અગવડતા ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્ર્રભર માંથી જેમ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લ ાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પોહચે છે અને ખેડૂતો પણ પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે
યાર્ડના પાકિગ ગ્રાઉન્ડમાં ૩૫૦૦થી વધુ વાહનો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તણભાઈ પાંચાણી જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં ધાણાની જણસી આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્ર્ર ભર માંથી ખેડૂતો ગઈકાલ સવારથી યાર્ડની બાજુમાં આવેલ પાકિગમાં ૩૫૦૦થી વધુ વાહનો નોંધણી થવા પામી હતી. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડબ્રેક આવક નોંધાતા યાર્ડના તમામ કર્મચારીઓ અધિકારીઓએ આખી રાત ખડેપગે રહી ધાણાની જણસીનો પુરી જેહમતથી સમાવેશ કરી લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બધં કરવામાં આવેલ છે. જેની દરેક ખેડૂત ભાઈઓ તેમજ વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. તેમજ ગોંડલ યાર્ડમાં ડુંગળી, ઘઉં સહિત અન્ય જણસીની પણ પુષ્કળ આવક હોય અને યાર્ડમાં જગ્યાનો હોવાને કારણે ડુંગળી અને ઘઉંની પણ જણસીની આવક બધં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech