BREAKING NEWS

સરકાર અને મા ખોડલની સાક્ષીમાં રાદડિયા–નરેશ પટેલ વચ્ચે સમાધાન

  • December 08, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ અને રાય સરકારમાં નવનિયુકત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, આ સત્કાર સમારોહના અંતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયાનું સામે આવ્યું,
ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્રારા શકિત પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું 'કોલ્ડવોર' આ કાર્યક્રમમાં સમા થયું છે. ઇકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લ ા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી. જોકે, આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન  થયું છે. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે. જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયા એ મીડિયા સમક્ષ જણાવ્યું કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે,
કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા હતા અને નરેશ પટેલ જયેશ રાદડીયા તેમજ જીતુ વાઘાણી ત્રણેય એક સાથે ભેટી પડા હતા. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું કે આ ખોડલધામ અમાં આંગણું છે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાયના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે સમાજના કામમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોર અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ઘણી વખત જે વાતો વહેતી થઈ હોય છે એ સત્યથી વિપરીત હોય છે. સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. ખોડલધામ એનું શ્રે  ઉદાહરણ છે. આ સાથે જ જીતુ વાઘાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના નામનો પણ ઉલ્લ ેખ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application