જે રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસી નહીં હોય તેને અનાજ પુરવઠો કે અન્ય સવલત નહીં મળે અને ઈ–કેવાયસીની આખરી મુદત તા.૩૧-૧૨-૨૪ હતી પરંતુ હજી રાજયભરમાં લાખો કાર્ડ ઈ–કેવાયસી થયેલા ન હોવાથી અનાજ વિતરણ બધં કરવાના નિર્ણયને હાલ તુર્ત રોક લગાવાઈ છે. નવા વર્ષ (૨૦૨૫)માં પણ જે કાર્ડ ઈ–કેવાયસી નહીં હોય તે કાર્ડધારકોને પણ અનાજ મળી શકશે તેવું જાહેર થતાં લાખો કાર્ડધારકોને રાહતના સમાચાર મળ્યા છે.
રાજકોટ શહેર જિલ્લ ામાં હજી ઈ–કેવાયસીની કામગીરી અડધી પણ પહોંચી નથી. અઢી લાખથી વધુ રેશનીંગ કાર્ડ પૈકીના અર્ધાથી વધુ ઈ–કેવાયસી વિનાના છેેેેેે. ઓછા કેન્દ્રો અને લાંબી લાઈનો ઉપરાંત સર્વર ડાઉન થવાની સમસ્યાથી ઈ–કેવાયસી કામગીરી ધાર્યા મુજબ ન થઈ અને ટાર્ગેટ ડિસેમ્બર–૨૦૨૪ના એન્ડ સુધીમાં પુર્ણ કરવાનો હતો. કામગીરી ઝડપી બને તે માટે ગત માસથી થોડા કેન્દ્રો પણ વધારી દેવાયા હતા છતાં હજી ટાર્ગેટથી ઘણા દુર છે.
રાય સરકારની રાશનકાર્ડના તમામ સભ્યોના ઈ–કેવાયસીની ૩૧ ડિસેમ્બરની ડેડલાઈન પુર્ણ થઈ છે. હજી લાખો કાર્ડધારકો સભ્યો ઈ–કેવાયસી વિનાના હોવાથી આખરી મહિનામાં મેરેથોન જેવા વર્ક બાદ પણ હવે નાછૂટકે રાય સરકારે ઈ–કેવાયસી વિના લાખો લોકો સસ્તા અનાજ પુરવઠા વિના ન રહે તે માટે નિર્ણય બદલ્યો છે. આવતીકાલે ૨૦૨૫થી જે કાર્ડ ઈ–કેવાયસી નહીં હોય તે કાર્ડમાં પણ અનાજ વિતરણ પુરવઠો આપવા જાહેર કરાયાનું જાણવા મળે છે. આ નિર્ણયથી અત્યાર સુધી લાખો પ્રયત્ન છતાં ઈ–કેવાયસી વિના રહી ગયેલા અસંખ્ય કાર્ડધારકોને હાશકારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech