પોરબંદરમાં અહલ્યા હોલકરની ત્રણસો મી જન્મજયંતી નિમિત્તે શિવાલયોના સફાઈ કાર્યનું આયોજન રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા થયું હતુ.
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત મંદિરોની સફાઈનું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ, પોરબંદર વીર ભનુની ખાંભી થી શરૂ કરી અને રાણાશા બાપુના બંગલા સુધી પાંચ મંદિરોમાં વિવિધ સેવાકીય સંગઠનના બહેનોએ રાષ્ટ્ર સેવા સમિતિ સાથે સંગઠનમાં મળી અને શિવ મંદિરોની સફાઈ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રસેવિકા સમિતિના રાધાબેન ચૌહાણ જિલ્લા કાર્યવાહીકાને વર્ષાબેન ગોહિલ સહ જિલ્લા કાર્યવાહીકાની ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ સેવાકાર્યમાં જોડાયેલા નીતાબેન જોષીએ આ કાર્યક્રમ કયા હેતુથી કરવામાં આવ્યો છે,તેના વિશે સમજાવતા કહ્યું કે,અહલ્યાજી હોલ કરની ૩૦૦ મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર તમામ સંગઠનોએ સાથે મળીને અનેક પ્રકારની સેવા કરવાની છે, લોકમાતા અહલ્યાજી ન્યાયના દેવી હતા,તે તટસ્થ રીતે ન્યાય આપતા અને જયારે પણ ન્યાય આપતા ત્યારે તેમના હાથમાં શિવલિંગ રાખતા તે આપણી ચિત્રમાં જોઈ રહ્યા છીએ.તે શિવભક્ત હતા.યુદ્ધ વિદ્યામાં પારંગત હતા.તે સમયે મારવા સામ્રાજ્ય રાણી અહલ્યા હોલકર સામે અનેક રાજાઓ યુદ્ધ કરવા તૈયાર હતા,ત્યારે તાત્કાલિક ૮૦૦ બહેનોને કૌશલ્ય વર્ધક ટ્રેનિંગ આપી યુદ્ધ વિદ્યા શીખવાડી અનેક રાજાઓને હરાવી જીત મેળવી હતી.અહલ્યાજી હોલકરે કિશન ભાઇઓને ન્યાય આપ્યો અનેક ગૌશાળા ખોલાવી અનેક અન્નક્ષેત્ર ચાલુ કરાવ્યા હતા મંદિરોના જીણોધર કર્યા, બહેનો અને માતાઓને સમજાવ્યો કે આપણે જે મહેશ્ર્વરી સાડી પહેરીએ છીએ તે સાડી અહલ્યાજી હોલકર તે સમયે બહેનોને રોજગારી મળી રહે ને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે મહેશ્ર્વરી સાડી ભંડાર ચાલુ કરાવી બહેનોને રોજગારી આપી હતી.પોતે ખુદ જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પસાર થઈ રહ્યા હતા.અહલ્યાજી હોલકર બહેનોને સારી રીતે સમજી શકતા. વિધવા બહેનો માટે નવા નિયમો બહાર પાડ્યા કે તેમના પતિનું અવસાન થાય ત્યારબાદ તમામ મિલ્કત પોતે જ રાખવાની રહેશે રાજયમાં જમા કરાવવાની નહી રહે .સતીપ્રથા બંધ કરાવી ભારતના શક્તિશાળી વિરંગનાઓની સાથે અહલ્યાજી હોલકરે લોક માતાનું બિરુદ્ધ મળ્યું આવી અનેક વાતો કરતા નીતાબેન જોષીએ કાર્યક્રમમાં પધારેલા અન્ય બહેનોની પણ યાદીની નોંધ લીધી હતી,તેમાં ચંદ્રિકાબેન મછવારા, હેતલબેન મછવારા, જયશ્રીબેન વારા,મધુબેન જોષી જયશ્રીબેન ,કંચનબેન,રસીલાબેન મહેતા, હીનાબેન જોશી સ્વાતિબેન મહેતાનો રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા નીતાબેન જોષીએ હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વંદેમાતરમના નાદ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech