ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવનાર રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, 'આ સીન શૂટ કર્યા પછી હું રડી પડી હતી'
આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે જબરદસ્ત વિવાદોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ફિલ્મમાં રશ્મિકાએ રણબીરની પત્નીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ રશ્મિકાએ ફિલ્મના એ સીન વિશે ખુલીને વાત કરી હતી જેમાં તેણીએ રણબીર કપૂરને થપ્પડ મારી હતી. તેણે જણાવ્યું કે આ સીન શૂટ થયા બાદ તે રડી પડી હતી.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેની પત્ની 'ગીતાંજલિ'ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, 'એક સીન એવો છે ફિલ્મમાં જેમાં તેનો ઓનસ્ક્રીન હસબન્ડ રણબીર કપૂર તેને ચિટ કરે છે અને તેના રીએક્શનમાં ગીતાંજલિ તેને થપ્પડ મારે છે. આ સીન શુટ કર્યા પછી હું રડી પડી હતી'
અભિનેત્રી રશ્મિકા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણીએ ફિલ્મ 'એનિમલ'ના એ સીન વિશે વાત કરતાં કહ્યું કે મને ડિરેક્ટરે બસ આટલું કહ્યું કે એક પત્ની આ પરિસ્થિતિમાં જેવુ અનુભવે બસ એવું જ તારે ફિલ કરવાનું છે. તે આખો સીન એક જ ટેકમાં હતો, કારણ કે તેમાં ઘણું બધું ચાલતું હતું. મણે આ વિશે આ અગાઉથી જણાવવામાં આવ્યું ન હતું. મને ખબર ન હતી કે હું શું કરવા જઈ રહી છું. મને એક્શન અને કટ વચ્ચે કંઈ યાદ નથી. મારું મન સાવ બ્લેન્ક થઈ ગયું હતું.'
આ સીનમાં રણબીરને થપ્પડ માર્યા પછી રશ્મિકા રડી પડી હતી અને સીન પૂરો થયા બાદ તેણી રણબીર પાસે ગઈ અને પૂછ્યું કે શું તે ઠીક છે? અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તેણે આ સીન પાછળથી જોયો ત્યારે તેને તે ખૂબ જ ગમ્યું અને તેના પોતાના અભિનયને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જણાવી દઈએ કે રશ્મિકાએ રણબીર કપૂર સાથે પહેલીવાર 'એનિમલ' દ્વારા કામ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMઆજનું રાશિફળ : આ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, ઘરમાં ધન-સમૃદ્ધિ વધતી રહેશે
February 24, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech