રણવીર સિંહે બધાની સામે નીતા અંબાણીના ભરપુર વખાણ કર્યા કહ્યું, 'ભાભી... જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ'

  • November 02, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કહ્યું, 'ભાભી... જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ'સાંભળી નીતા ખડખડાટ હસી પડ્યા

રણવીર સિંહે મંચ પરથી નીતા અંબાણીએ કહ્યું, 'ભાભી... જસ્ટ લુકિંગ લાઈક અ વાવ',તો મિસિસ અંબાણી ખડખડાટ હસી પડ્યા હતા.  મુકેશ અંબાણીના જીઓ લક્ઝરી મોલનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા મોલના ઉદ્ઘાટનમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો.આ ભવ્ય ઈવેન્ટમાં અંબાણી પરિવાર ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સનો પણ મેળાવડો જોવા મળ્યો હતો. સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, સોનમ કપૂર સહિતના તમામ સ્ટાર્સ એક છત નીચે જોવા મળ્યા હતા.

રણવીર સિંહે નીતા અંબાણીના ખૂબ વખાણ કર્યા

સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘણા ફોટા અને વીડિયો છે. પરંતુ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીર સિંહ લોકોનું ખૂબ મનોરંજન કરતો જોવા મળે છે. તેણે નીતા અંબાણીના વખાણમાં કંઈક એવું કહ્યું જે હવે ચર્ચામાં છે. આ વીડિયોમાં રણવીર સિંહ બધાની સામે નીતા અંબાણીના વખાણ કરતો જોવા મળી રહ્યો છે.હાથમાં માઈક લઈને રણવીર નીતા અંબાણીને જોઈને કહે છે, 'જસ્ટ લુકિંગ લાઈક અ વાવ.' આ પછી તે કહે છે કે દુનિયા તેમને નીતા મુકેશ અંબાણી તરીકે ઓળખે છે પરંતુ અમે તેમને પ્રેમથી નીતા ભાભી કહીએ છીએ. અમારી નીતા ભાભી વાઉ છે. નીતા અંબાણીની બાજુમાં બેઠેલા મુકેશ અંબાણી પણ રણવીરની આ વાતો પર હસતા જોવા મળે છે.

દીપકાએ પણ વીડિયો બનાવ્યો હતો

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે આ વાયરલ ડાયલોગ પર એક ફની વીડિયો બનાવ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. રણવીરે પણ દીપિકાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારથી આ ડાયલોગ વધુ ફેમસ થયો છે. હાલમાં આ વીડિયોને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application