રાજકોટમાં જમીન વેચનાર ખેડૂત પાસે ખંડણીની માંગણી, ખેડૂતને ધમકાવી 7 લાખ રૂપિયા માંગ્યા

  • August 25, 2023 12:53 PM 



મૂળ રીબડાના અને રાજકોટ રહેતા ખેડૂત વિપુલ વલ્લભભાઈ વણપરીયા નામના પટેલને ખંડણીની ધમકી આપવામાં આવી છે. પોતાના ગામના જ મૂકેશ બચુભાઈ દોંગા નામના પટેલ શખ્સે ધમકી આપી રૂપિયા 7 લાખની ખંડણી માંગી છે. રીબડા ગામમાં કોઈ પણ ખેડૂત જમીન વહેંચે તો તેમને ખંડણી આપવી પડશેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 


ખેડૂત દ્વારા ખંડણી નહી આપવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ખેડૂત પરિવાર ભયભીત બની ગયો છે. ખેડૂતે વારસાઈ જમીનના વહેંચાણમાં ખંડણીની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે વિકસતા અને રાજકીય વિવાદમાં ગાજી ઉઠતા રીબડાના પટેલ ખેડૂતને ધમકી મળતા ચકચાર મચી છે. ખંડણી માંગનાર પટેલ શખ્સને તાત્કાલિક પોલીસ ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર ખેડૂતની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application