BREAKING NEWS

લક્ઝરી કાર છોડી રણદીપ હુડ્ડાએ પકડી મુંબઈ મેટ્રો

  • July 02, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના દમદાર અભિનેતા રણદીપ હુડ્ડા  પોતાની શાનદાર એક્ટિંગની સાથે સાથે પોતાની સાદગી માટે પણ જાણીતા છે. હાલમાં જ મુંબઈના ભારે વરસાદ અને કલાકો લાંબા ટ્રાફિક જામથી બચવા માટે એક્ટરે જે કર્યું, તેના કારણે સોશિયલ મીડિયા પર તેમના જોરદાર વખાણ થઈ રહ્યા છે. રણદીપે પોતાની મોંઘી લક્ઝરી ગાડી રસ્તા પર જ મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ 'મુંબઈ મેટ્રો'માં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું.
મુંબઈમાં હાલ ચોમાસાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મંગળવારની સાંજે અંધેરી ઈસ્ટમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રણદીપ હુડ્ડા જ્યારે બહાર નીકળ્યા, ત્યારે રસ્તાઓ ટ્રાફિકથી પેક હતા. મોટી ગાડીમાં કલાકો સુધી સમય બગાડવાને બદલે રણદીપે સ્માર્ટ નિર્ણય લીધો અને સીધા મેટ્રો સ્ટેશન પહોંચી ગયા.
રણદીપ હુડ્ડા મેટ્રોમાં ચડતા જ ત્યાં હાજર સામાન્ય મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને તરત જ ઓળખી ગયા હતા. કોઈ પણ જાતના સેલિબ્રિટી નખરાં વગર રણદીપે મેટ્રોના સાથી મુસાફરો સાથે ખૂબ જ પ્રેમ અને હસતા મુખે વાતચીત કરી હતી.રણદીપ હુડ્ડા અત્યારે પોતાની પર્સનલ લાઈફના ખૂબ જ સુંદર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૨૯ નવેમ્બર ૨૦૨૩ ના રોજ મોડેલ અને એક્ટ્રેસ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા બાદ, માર્ચ ૨૦૨૬માં તેમના ઘરે એક નાની દીકરીનો જન્મ થયો છે. તેમણે દીકરીનું નામ ‘ન્યોમિકા’ રાખ્યું છે. પિતા બન્યા બાદ રણદીપ પહેલીવાર આ રીતે જાહેરમાં સ્પોટ થયા છે.
જો કામની વાત કરીએ તો, રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં જ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ 'ઈથા માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મ મહારાષ્ટ્રના પ્રખ્યાત તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે, જેનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application