યાર્ડમાં આજના દિવસે ર૦ કિલો લસણના ભાવ કવોલીટી પ્રમાણે રુા. ૧પ૦૦ થી રુા. ર૩૦૦ સુધી: મતલબ કે કિલોના રુા. ૭પ થી રુા. ૧૧૫ કિલો થાય તેના બદલે શહેરની બજારોમાં કિલોના રુા. ૧૮૦ થી રુા. રપ૦ સુધી વસુલવામાં આવી રહ્યા છે: ઉઘાડી લૂંટ સામે શું ભાવનું કોઇ નિયંત્રણ નહીં: યાર્ડથી માર્કેટ સુધી પહોંચતા શું ભાવ બમણો થઇ જાય...?
આમ તો મોંઘવારીએ માઝા મુકી છે, અને ચારે દિશામાં મોંઘવારી એવી રીતે ફેલાઇ રહી છે કે સીમીત આવક ધરાવતા લોકોને જીવનનિર્વાહ પડકાર સમાન બની ગયો છે, ખાદ્ય ચીજોથી લઇને જીવન જરુરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચાડી દેવામાં આવ્યા છે, આઘાતજનક બાબત એ છે કે જથ્થાબંધ અને છૂટકભાવની વચ્ચે જે જબરા તફાવત હોય છે, તે વાસ્તવમાં આશ્ર્ચર્યજનક છે અને આવા વિક્રેતાઓ સામે ભાવ બાંધણા શું કામ થતા નથી ? એવો સવાલ ઉઠ્યો છે, કારણ કે આવો જ તફાવત હાલમાં જામનગરમાં લસણના જથ્થાબંધ અને છૂટક ભાવમાં જોવા મળ્યો છે, બેફામ નફાખોરીના કારણે ગૃહિણીઓમાં લસણના ભાવને લઇને દેકારો બોલી ગયો છે.
આજે માર્કેટ યાર્ડના સૂત્રો સાથે વાત કરવામાં આવતા એમના તરફથી આપવામાં આવેલા આંકડા મુજબ ર૦ કિલો લસણના ભાવ રુા. ૧પ૦૦ થી રુા. ર૩૦૦ સુધીના હતા, મતલબ કે કદાચ ભીના અને કમજોર કવોલીટીના લસણનો ભાવ રુા. ૧પ૦૦ ગણી શકાય અને સૂકા તથા મોટી કળીવાળા સારા લસણનો ભાવ ર૦ કિલોના રુા. ર૩૦૦ એવું સમજી શકાય.
હવે કેમેરો અહીંની સુભાષ માર્કેટ પર લઇ આવીએ અને આજે અમારા પ્રતિનિધિએ માર્કેટની મુલાકાત લઇને છૂટક લસણનો ભાવ જાણ્યો તો, કિલોના રુા. ૧૮૦ થી રુા. રપ૦ કહેવામાં આવ્યો, મતલબ કે કમજોર કવોલીટીનો ભાવ રુા. ૧૮૦ અને સારા લસણનો ભાવ કિલોના રુા. રપ૦.
યાર્ડમાં ર૦ કિલોના જે ભાવ છે એ મુજબ પહેલા રુા. ૧પ૦૦ મુજબ એટલે કે થોડી ઉતરતી કવોલીટીના લસણનું જોઇએ તો યાર્ડ પ્રમાણે કિલોના ભાવ રુા. ૭પ થાય છે અને એ જ રીતે સારી કવોલીટીના ર૦ કિલોના યાર્ડમાં લસણનો ભાવ રુા. ર૩૦૦ છે એટલે કિલો પ્રમાણે રુા. ૧૧પ થાય છે.
હાપા માર્કેટ યાર્ડથી સુભાષ માર્કેટના અમુક કિલોમીટરના અંતરે પહોંચતા પહોંચતા આ લસણનો ભાવ સીધો બમણો થઇ જાય છે, આવું અત્યંત ગેરવ્યાજબી છે અને ખુલ્લી રીતે લોકોને લૂટવાનો કારસો છે.
યાર્ડના ભાવ મુજબ જો એક કવોલીટીના લસણનો ભાવ કિલોના ૭પ થાય અને જો એ લસણ જામનગરની છૂટક માર્કેટમાં કિલોના રુા. ૧૮૦ ના ભાવથી વેચાય, જ્યારે સારી કવોલીટીના લસણના ભાવ યાર્ડ પ્રમાણે રુા. ૧૧પ થાય અને શહેરની માર્કેટમાં આ ભાવ કિલોના રુા. રપ૦ વસૂલાય, આ તફાવત અત્યંત ગેરવ્યાજબી છે અને ભાવ નિયંત્રણ રાખતા તંત્રને જાગવા માટે મજબુર કરે છે.
સોસાયટી વિસ્તારોમાં લસણ વહેચવા આવતા ફેરીયાઓ તો તેનાથી આગળ વધી જાય છે અને અમુક સ્થળે કિલોના લસણના ભાવ રુા. ૪૦૦ સુધી લેવામાં પણ અચકાતા નથી, ગૃહિણીઓમાં હોહા દેકારો છે કે લસણના ભાવ આટલી હદે ઉપર શું કામ ગયા છે, જ્યારે યાર્ડમાં પૂછીએ છીએ તો ભાવમાં એટલો બધો ઉછાળો દેખાતો નથી, સ્વાભાવિક રીતે છૂટક માર્કેટમાં બેફામ નફાખોરી ચાલી રહી હોવાનું સ્પષ્ટ થાય છે, તાકીદે ભાવ નિયંત્રણ રાખતા તંત્રએ આ દિશામાં કામગીરી કરવી જોઇએ.
યાર્ડથી છકડો રીક્ષા અથવા છોટા હાથી મારફત લસણનો જથ્થો માર્કેટમાં લઇ આવવાનું જે ટ્રાન્સપોર્ટેશન થાય તેનો છૂટક ભાવમાં ઉમેરો થવો જોઇએ તે વ્યાજબી છે, પરંતુ બમણા ભાવ વસૂલ કરવામાં આવે, આ તો હરગીઝ ચાલે નહીં અને તાકીદે આવી રીતે લૂંટ ચલાવતા વિક્રેતાઓને કાયદાનું ભાન કરાવવાની આવશ્યકતા છે, એવું જોવા મળી રહ્યું છે, કારણ કે ગૃહિણીઓને આ લસણ રીતસર રોવડાવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech