કચનારના ફૂલોમાંથી બનાવાયેલા ગુલાલથી રામલલ્લા હોળી રમશે

  • March 21, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અવધપુરીના ભવ્ય દિવ્ય મંદિરમાં હાજર રહેલા શ્રી રામ લલ્લા આ વખતે કચનારના ફલોમાંથી બનેલા ગુલાલથી હોળી રમશે. વારસાના સન્માનની ભાવનામાં, સીએસઆઈઆર–એનબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ ખાસ કરીને કચનારના ફલોમાંથી બનાવેલો ગુલાલ તૈયાર કર્યેા છે. આટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ચઢાવવામાં આવતા ફલોમાંથી હર્બલ ગુલાલ પણ તૈયાર કર્યેા છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ વિશેષ પહેલ માટે સંસ્થાના પ્રયત્નોની પ્રશંસા કરી અને કહ્યું કે તે ચોક્કસપણે ઉત્તર પ્રદેશ તેમજ દેશના ઘણા સ્ટાર્ટ–અપ્સ અને ઉધોગસાહસિકોને વધુ તકો અને રોજગાર પ્રદાન કરશે. ડિરેકટર ડો. અજીત કુમાર શાશાનીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારા અયોધ્યામાં રામાયણ કાળના વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. વારસાનું સન્માન કરવા અને પરંપરાને જાળવવાના આ પ્રયાસો આપણા વૈજ્ઞાનિકો માટે પ્રેરણાદાયી છે.

આ સંસ્થા હેઠળ, શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા માટે સામાન્ય રીતે કચનાર તરીકે ઓળખાતી બૌહિનિયા પ્રજાતિના ફલોમાંથી હર્બલ ગુલાલ બનાવવામાં આવે છે. ત્રેતાયુગમાં કચનારને અયોધ્યાનું રાય વૃક્ષ માનવામાં આવતું હતું અને તે આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં એક સુસ્થાપિત દવા તરીકે વપરાય છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિ–બેકટેરિયલ, એન્ટિ–ફંગલ વગેરે ગુણો પણ છે. તેવી જ રીતે, ગોરખનાથ મંદિર, ગોરખપુરમાં ચઢાવવામાં આવતા ફલોમાંથી હર્બલ ગુલાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ હર્બલ ગુલાલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે માનવ ત્વચા માટે સંપૂર્ણપણે સલામત અને ઇકો–ફ્રેન્ડલી છે.

ડાયરેકટરે કહ્યું કે, હર્બલ ગુલાલને કચનારના ફલોમાંથી લવંડર લેવર બનાવવામાં આવ્યો છે, યારે ગોરખનાથ મંદિરમાં ચઢાવવામાં આવતા ફલોમાંથી ચંદનના લેવરમાં હર્બલ ગુલાલ તૈયાર કરવામાં આવ્યો છે. ફલોમાંથી કાઢવામાં આવેલા રંગોને કુદરતી ઘટકો સાથે મિશ્રિત કરીને પાવડર બનાવવામાં આવે છે જેને સાફ કરીને ત્વચામાંથી સરળતાથી દૂર કરી શકાય છે.
બજારમાં ગુલાલની વધુ સારી ઉપલબ્ધતા માટે હર્બલ ગુલાલ ટેકનોલોજી ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલમાં બજારમાં મળતા કેમિકલ ગુલાલ વિશે વાત કરતાં ડો.શાશાનીએ જણાવ્યું કે તે ખરેખર ઝેરી છે, તેમાં ખતરનાક કેમિકલ હોય છે જે ત્વચા અને આંખોમાં એલર્જી, બળતરા અને ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હર્બલ ગુલાલ તેને ઓળખવાની શ્રે રીત એ છે કે તે હાથ પર અન્ય ગુલાલની જેમ ઝડપથી રગં છોડશે નહીં. સંસ્થા દ્રારા વિકસિત હર્બલ ગુલાલ હોળીના અવસરે બજારમાં વેચાતા હાનિકારક કેમિકલ રંગોનો સલામત વિકલ્પ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application