BREAKING NEWS

જમીન પચાવી પાડવા સહિતના ગુનામાં સંડોવાયેલા રમેશ રાણાને હદપાર કરાયો

  • April 24, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રોણકીની કરોડોની જમીન પચાવી પાડવા સહિતના ગુનામાં સંડોવાયેલા અને અગાઉ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં જેની સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થઇ હતી તેવા કુખ્યાત રમેશ રાણાને તડીપાર કરી દેવા હુકમ થયો હતો. મેટોડા જીઆઇડીસી પોલીસે હુકમની બજવણી કરી આ શખસને તડીપાર કરી દીધો હતો. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતા શખસો સામે પાસા અને તડીપારની દરખાસ્ત કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પીઆઇ એમ.જે.પરમારે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મહિલાને ડરાવી ધમકાવી ભય ફેલાવવાની અસામાજિક પ્રવૃત્તિ કરનાર કુખ્યાત રમેશ રાણાભાઇ મકવાણા વિધ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી નાયબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વિમલર્કિર્તી ચક્રવર્તીને મોકલતા તેમણે આરોપી સામે હદપારનો હત્પકમ કર્યેા હતો. જે હત્પકમની મેટાડા જીઆઇડીસી પોલીસે બજવણી કરી આરોપી રમેશ રાણાભાઇ મકવાણા(રહે. હાલ કાલાવડ રોડ,નાનામવા આંબેડકનગર રાજકોટ, મૂળ નાની અમરેલી પડધરી) ને હદપાર કરી દેવાયો હતો.
આરોપી રમેશ રાણાભાઇ મકવાણા સામે અગાઉ રાજકોટમાં પ્ર.નગર પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા સહિતના ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપી રમેશ રાણા અને તેના સાથીદારો સામે રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હદપારીના આ હુકમની બજવણીમાં મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એમ.જે.પરમારની રાહબરીમાં પીએસઆઇ એન.બી.ઝાલા, એઅસઆઇ મયુરસિંહ, હેડ કોન્સ. હિતેશભાઇ,જીતેન્દ્રસિંહ, કુપાલભાઇ, કોન્સ. સુભાષભાઇ, રાજદિપસિંહ, રવુભાઇ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application