રક્ષાબંધન પર બજારમાં તમામ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે કલ્પના કરી છે કે જ્યારે પ્લાસ્ટિક અને સિન્થેટિક વસ્તુઓ અસ્તિત્વમાં ન હતી ત્યારે રાખડીઓ કેવી રીતે તૈયાર કરવામાં આવતી હતી? તે સમયે પ્રાચીન હસ્તકલાના કારીગરો તેને તૈયાર કરતા હતા. આ રાખડીઓ સોના, ચાંદી અને મોંઘા પત્થરોમાંથી બનાવવામાં આવી હતી. પિંક મીનાકારી કારીગરો છેલ્લા ૫૦૦ વર્ષથી બનારસના ગાયઘાટ વિસ્તારમાં રહે છે. જો કે આ શૈલી ખૂબ ખર્ચાળ હોવાને કારણે લગભગ મૃત્યુ પામી હતી, પરંતુ છેલ્લા દસ વર્ષમાં તે ફરીથી જીવંત થઈ છે.
આ વખતે રક્ષાબંધન પર પિંક મીનાકારી તૈયાર કરેલી રાખડીઓની ભારે માંગ જોવા મળી હતી. લગભગ ત્રણ કરોડ રૂપિયાની કિંમતની પચીસ હજારથી વધુ રાખડીઓ બનારસથી દેશ અને દુનિયામાં મોકલવામાં આવી હતી. પિંક મીનાકારી માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળનાર કારીગર કહે છે કે છેલ્લા ત્રણ મહિનાથી સતત કામ કર્યા બાદ તેઓ દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાં દસ હજારથી વધુ રાખડીઓ મોકલવામાં સફળ રહ્યા છે. દેશમાં સૌથી વધુ માંગ મોટા શહેરોમાંથી આવી જ્યારે યુરોપ અને અમેરિકામાંથી પણ ભારે માંગ કરવામાં આવી હતી.
ચાંદીના આધાર પર મોંઘા પત્થરોની રાખડીઓ
મોટા ભાગના લોકો નામ અને મોંઘા પત્થરોવાળી રાખડીઓ પસંદ કરે છે. આ રાખડીઓ ચાંદીના આધાર પર સોના અને મોંઘા પત્થરોથી બનેલી છે. પત્થરોમાં રૂબી, પોખરાજ અને નીલમની પણ માંગ હોય છે. મુંબઈના એક વેપારીએ હીરાની આશરે 2.5 લાખ રૂપિયાની રાખડી બનાવળાવી હતી.
આ બધી રાખડીઓ એવી રીતે બનાવવામાં આવે છે કે રાખડી પૂરી થયા પછી તેને બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે. બહેન સૌપ્રથમ મીનાકારી રાખડી તેના ભાઈના કાંડા પર બાંધે છે અને તહેવાર પછી તેનો બ્રેસલેટ તરીકે ઉપયોગ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech