BREAKING NEWS

રાજકોટના કરાટેના કોચે ધારીની ધો.9ની વિદ્યાર્થિનીનું પર દુષ્કર્મ ગુજાર્યું, હરવા ફરવા લઇ જઈ બે વખત શારીરિક સબંધ બાંધ્યો

  • May 07, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધારીની 14 વર્ષની વિધાર્થીની ઉપર રાજકોટના કરાટે કોચ યુવકે દીવ અને રાજકોટ ફરવા લઇ જઈ હોટેલમાં અને ઘરે દુષ્કર્મ આચર્યાનું સામે આવતા સભ્ય સમાજમાં ચકચાર જાગી છે. રાજકોટનો શખસ ધારીની સ્કૂલમાં એક વર્ષ પૂર્વે કરાટેની તાલીમ આપવા આવ્યો હતો ત્યારે બંને વચ્ચે પરિચય થયા બાદ વાતચીત શરૂ થઇ હતી અને શખ્સે તરુણીને હરવા ફરવા લઇ જવાની લાલચ આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવના પગલે તરુણીના પરિવારે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધારી પોલીસ મથકના પીઆઈ આર.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ મૂળ ઉમેદપરા ગામ ગીરગઢડા જી.ગીર સોમનાથ હાલ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે રહેતો અને કરાટે કોચ તરીકે નોકરી કરતો રૂપસિહ ભોજુભા ગોહીલ (ઉ.વ.૨3) સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ભેસાણ ખાતેની ધરપકડ કરી હતી.


શખસ વર્ષ 2025માં ધારીની દામાણી સ્કૂલમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોવાથી શાળા સંચાલકો દ્વારા રૂપસિંહનો સંપર્ક કરી કરાટે સહિતની તાલીમ

માટે બોલાવવામાં આવ્યો હતો. એક થી દોઢ મહિના સુધી તાલીમ ચાલતા શખ્સના નંબર વિધાર્થિનીઓને આપવામાં આવ્યા હતા. દરમિયાન આ નંબરના આધારે શખ્સ અને તરુણી વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. આ દરમિયાન શખસે તેણીને ફરવા લઈ જવાનું કહેતા પોતાની કાર લઈને દીવ ફરવા લઇ ગયો હતો બાદ રાજકોટ પોતાના ઘરે અને હોટેલમાં લઇ જઈ શારીરિક સબંધ બાંધ્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતા ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application