રાજકોટ એરપોર્ટનું નામ RAJને બદલે HSR થઈ જશે?

  • July 04, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧લી ઓગસ્ટથી લોકોશન કોડ એચએસઆર હશે તેવા ટ્રાવેલ એજન્ટોને મેસેજ: લાયસન્સ માટે કાલથી ઇન્સ્પેકશન: ડીજીસીએ ટીમનું આગમન: ત્રણ દિવસ માપદંડોનું ચેકિંગ, નિરીક્ષણ થયા બાદ રિપોર્ટ સિવિલ એવિએશન વિભાગને અપાશે




રાજકોટના ટ્રાવેલ એજન્ટોના ગ્રુપમાં પેલી ઓગસ્ટ થી રાજકોટ એરપોર્ટ હિરાસર એરપોર્ટ તરીકે ઓળખાશે અને સિસ્ટમમાં પણ હિરાસર નો કોડ જનરેટ કરી દેવામાં આવ્યો છે તેવા મેસેજ વાયરલ થયા હતા. જોકે આ બાબતે એરપોર્ટ ઓથોરિટી દ્રારા કોઈ સત્તાવાર મેસેજ મોકલાયો નથી. ટ્રાવેલ એજન્ટો દ્રારા યારે ટિકિટ બુક કરવામાં આવે છે ત્યારે એરપોર્ટ નો કોડ જનરેટ કરવાનો રહેતો હોય છે જેમાં હાલમાં રાજકોટ એરપોર્ટ ના નામથી બુકિંગ થતું હોય છે. આ વિશે રાજકોટ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્ય એ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અર્થાત આઈ એ ટી એ(આઇટા) ના મોટાભાગના સભ્યોને હિરાસર એરપોર્ટ નો કોડ પેલી તારીખથી જનરેટ કરવા માટેનો મેસેજ કોઈ એરલાઇન્સ દ્રારા મોકલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.




જોકે આ બાબતે હજુ સુધી ઓથોરિટી એ સત્તાવાર સમર્થન આપ્યું નથી. આ સભ્ય એમ પણ જણાવ્યું હતું કે યાં સુધી નવા એરપોર્ટનું લાઇસન્સ ન આવે અને ઓથોરિટીના શેડુઅલમાં ઉલ્લેખ ન કરવામાં આવે ત્યાં સુધી અમે આ મેસેજ ને માત્ર કાગળ પર જ ગણી એ છીએ. એજન્ટોના જણાવ્યા અનુસાર એક શહેરમાં બે એરપોર્ટ અને રાજકોટ એરપોર્ટ અગાઉ કોડમાં હોવાથી લોકેશન નેઈમ હિરાસર એરપોર્ટ અને આઈટા કોડ એચએસઆર આપવામાં આવ્યો છે.





હીરાસર એરપોર્ટ આ મહિનાના અતં સુધીમાં શ કરવા માટેની તડામાર તૈયારીઓ તત્રં દ્રારા ચાલી રહી છે. લાઇટ કેલિબ્રેશન બાદ હવે લાયસન્સ માટે આજે સાંજે ઇન્ડિગોની ફલાઇટમાં ડીજીસીએ ની ટીમ રાજકોટ પહોંચી છે અને આવતીકાલથી તારીખ ૭ સુધી હીરાસર એરપોર્ટનું ઇન્સ્પેકશન હાથ ધરશે. થોડા દિવસો પહેલા કેલીબ્રેશન લાઈટ દ્રારા ટેકનિકલ કામગીરી પૂરી કરી દેવામાં આવી હતી જોકે હજુ હજુ કેલિબ્રેશન લાઇટને લેન્ડિંગ કરાવ્યું નથી પરંતુ યાં સુધી લાઇસન્સ ન આવે  ત્યાં સુધી આ પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાનું એરપોર્ટ ના સૂત્રોએ જણાવ્યું હતું.



હીરાસર એરપોર્ટના લોકાર્પણની કામગીરી હવે નજીક આવી રહી છે ત્યારે લાઇસન્સ માટેની પ્રક્રિયા ઓથોરિટી દ્રારા હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને ડી જી સી એ ની ટીમ આજે સાંજે રાજકોટ આવી પહોંચશે.





આજે સાંજની લાઈટમાં આ ટીમના અધિકારીઓ રાજકોટ આવ્યા બાદ આવતી કાલથી ત્રણ દિવસ માટે લાઇસન્સ પ્રક્રિયાની કાર્યવાહી શ કરશે જે અંતર્ગત આવતીકાલથી ત્રણ દિવસ હીરાસર એરપોર્ટ નો ફિલ્ડ રિપોટિગ અને ટેકનિકલ કામગીરીનો સર્વે ઉપરાંત એરલાઇન્સ અને ઓથોરિટીની કામગીરીનું ચેકિંગ બાદ આ ટીમ દ્રારા રિપોર્ટ બનાવીને સિવિલ એવિએશન વિભાગને આપવામાં આવશે અને ત્યારબાદ સૂચવેલા ફેરફારો અને પછી લાઇસન્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.





દરમિયાન મળતી વિગતો મુજબ રાજકોટ એરપોર્ટ નું સ્થળાંતર કરવાની કામગીરી ટૂંક સમયમાં શ થશે અને મળતી વિગતો મુજબ પેલી ઓગસ્ટ થી નવા હીરાસર એરપોર્ટ પરથી લાઈટ ઓપરેશન શ થઈ જશે.



એરપોર્ટ ઓથોરિટી એ ૧૫ જુલાઈ સુધીમાં એરપોર્ટ પર ચાલતી તમામ કામગીરી પૂર્ણ કરી દેવા માટેની ડેડ લાઈન આપી દીધી હતી. જુલાઈ મહિનામાં એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી વાતો પણ આવી છે. જોકે ડીજીસી એ દ્રારા લાઇસન્સ ઇસ્યુ કરાયા બાદ લોકાર્પણ માટેની તારીખ જાહેર કરવામાં આવશે. એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા મુજબ પીએમઓ માંથી એવી સૂચના આવે છે કે, નવા એરપોર્ટનું લાઇસન્સ આવી ગયા બાદ પીએમઓ માંથી વડાપ્રધાન મોદી કઈ તારીખ ફાળવસે તે નક્કી કરાશે.



તો ...તા.૩૦ અને ૩૧ જુલાઈ બે દિવસ એરપોર્ટ શટડાઉન કરાશે
રાજકોટ એરપોર્ટ ના વર્તુળોમાંથી મળતી વિગત અનુસાર પેલી ઓગસ્ટ થી હીરાસરથી લાઈટ ઉડાન ભરે તેવી પ્રબળ શકયતાઓ વ્યકત થઇ રહી છે. લાઇસન્સ ઉપરાંત ની બધી જ વહીવટી કામગીરી પૂર્ણ થઈ જશે તો બે દિવસ એરપોર્ટ બધં રાખવામાં આવશે. હાલમાં અમે તેવા પ્લાન હેઠળ ચાલી રહ્યા છીએ કે પહેલી ઓગસ્ટ થી હિરાસર એરપોર્ટ પરથી લાઈટ ઓપરેશન શ થશે. ચાલુ મહિનામાં બધું જ કામ પૂર્ણ થઈ જશે તો ૩૦, ૩૧ જુલાઈ એમ બે દિવસ એરપોર્ટ બધં રહેશે અને પેલી ઓગસ્ટ થી નવા એરપોર્ટ પરથી લાઈટ ઓપરેટ થશે તેવી શકયતાઓ ઓથોરિટીના સૂત્રોએ વ્યકત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application