ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર પીપળી ગામ નજીકથી સીઆઈડી ક્રાઈમ સીઆઈ સેલે રામદેવ હોટલ પર દરોડો પાડી પકડી પાડેલા તેલ ચોરીના કૌભાંડમાં રાજકોટ રેંજ આઈજી અશોક યાદવે સમગ્ર કૌભાંડથી અજાણ કે નિંદ્રાધીન રહેલા બજાણાના પીઆઈ એન.એમ.ચૌધરી તથા અન્ય એક પોલીસ કર્મી ભુપત દેથરીયાને સસ્પેન્ડ કર્યા છે. જયારે પીએસઆઈ બી.એેલ.રાયજાદાને બદલીને જામનગર મુકી દેવાયા છે.
મુદ્દા તરફથી અલગ અલગ ખાધતેલ ભરીને હજીરા તરફ જતાં ટેંકરો પીપળી નજીક હોટલ પર અટકાવવામાં આવતા હતા. ટેંકર ચાલકો સાથે સાંઠગાંઠ રચીને ટેંકરમાંથી તેલ કાઢી લેવાનું કૌભાંડ ચાલતું હતું. રાજકોટના મુખ્ય સુત્રધાર મનીષ પટેલ સહિતના ત્રણ શખસો ઉપરાંત મોરબીના નરેન્દ્રસિંહ જાડેજા ઈસમો અને પીપળીના સ્થાનીક શખસોની સિન્ડીકેટ દ્રારા ચાલતા તેલ ચોરી કૌભાંડનો ત્રણ દિવસ પહેલા પર્દાફાશ કરી ૧.૫૭ કરોડનો મુદ્દામાલ જ કર્યેા હતો.
સમગ્ર કૌભાંંડ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લ ા પોલીસ હેઠળ આવતી બજાણા પોલીસ અજાણ રહી હતી. એલસીબીના કે એસઓજી અન્ય એજન્સીને પણ તેલ ચોરીનું કારસ્તાન ધ્યાને પડયું ન હતું. સીઆઈ સેલ દ્રારા રેડ થતાં રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ હચમચી ઉઠયા હતા. સુરેન્દ્રનગર જિલ્લ ા પોલીસ પાસેથી પ્રાથમીક રીપોર્ટ માંગ્યો હતો.
સ્થાનીક પોલીસની બેદરકારી સબબ હાલ તુર્ત ત્વરીતપણે બજાણા પીઆઈ ચૌધરી અને ભુપત દેથરીયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. જયારે પીએસઆઈ રાયજાદાને ત્યાંથી હટાવી જામનગર જિલ્લ ામાં મુકી દીધા છે. કદાચ અન્યો પર પણ તપાસ દરમિયાન ગાજ પડશે કે કેમ ? તેવી સંભાવના સુરેન્દ્રનગર પોલીસમાં દેખાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech