ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે રાજકોટના મ્યુનિ. કમિશનર

  • May 13, 2023 03:00 PM 

વિવિધ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચના આપી




રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નાનામવા ચોક ખાતે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે સેન્ટરમાં વિવિધ ફીચર્સની જાણકારી મેળવી તેના આધારે થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી.



શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ૯૭૦ જેટલા સીસીટીવી કેમેરાઓ મારફત થતા મોનીટરીંગ વિશે મ્યુનિ.કમિશનરએ જાણકારી મેળવી હતી. સાથોસાથ બીઆરટીએસ અને આરઆરએલ ડેશબોર્ડ, વોટર સ્કાડા અને ડ્રેનેજ સ્કાડા, વિવિધ ચોકમાં કાર્યરત ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જીઆઇએસ પોર્ટલ વિગેરેની કામગીરી વિશે મ્યુનિ.કમિશનરએ માહિતી મેળવી હતી.


ઉપરોક્ત સાઈટ વિઝીટ દરમિયાન મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડાયરેક્ટર આઈ.ટી. શ્રી સંજય ગોહેલ, આરઆરએલના ડે. જનરલ મેનેજર જયેશ કુકડિયા, આસી.કમિશનર જસ્મીન રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે અને ડી.ઈ.ઈ. વેગડ વગેરે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application