BREAKING NEWS

રાજકોટ ITનું TDS કલેક્શન રૂ.3300 કરોડ, ટાર્ગેટ 5500 કરોડ કરતા 2000 કરોડ ઓછી આવક

  • December 23, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરનારા કરદાતાઓની સંખ્યામાં વધારો થતા આવકવેરા વિભાગની તિજોરી ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 3300 કરોડની આવકથી છલકાઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં સીબીડીટી દ્વારા રાજકોટ આવકવેરા વિભાગને રૂપિયા 5500 કરોડનો લક્ષ્યાંક મળ્યો હતો, જેની સામે 3300 કરોડની આવક થતા લક્ષ્યાંક કરતા રૂપિયા 2000 કરોડ ઓછી પરંતુ 60થી વધુ આવક થઈ છે. જે હજુ જાન્યુઆરીના અંત સુધીમાં 70 ટકા થવાની શક્યતા આવકવેરા વિભાગના સૂત્રો દર્શાવી રહ્યા છે.


સૌરાષ્ટ્રમાં રાજકોટ તેમજ મોરબી જેવા કેટલાક શહેરો ઉદ્યોગોના હબ સમાન છે. ત્યારે રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, ગાંધીધામ સહિતના મોટા શહેરોનો સમાવેશ રાજકોટ આવકવેરા વિભાગમાં થાય છે. જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉદ્યોગ જગતમાંથી સૌથી વધુ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. આ વખતે સૌથી વધારે રીયલ એસ્ટેટ, વિવિધ સ્થાનિક ઉદ્યોગો ધરાવતા વેપારીઓએ બહોળા પ્રમાણમાં ટેક્સ ભર્યો હોવાનું જાણવા મળ્યું છે. 30 નવેમ્બર 2025 સુધી આવકવેરા વિભાગમાં રૂ. 3300 કરોડનું કુલ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું છે. જેની સામે કરોડોનું રિટર્ન ચૂકવવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાં રાજકોટ આવકવેરા વિભાગ સૌથી ટોચ પર આવે છે.


કરોડોના આઇટી રિટર્ન સામે રાજકોટ આવકવેરા વિભાગને ચાલો નાણાકીય વર્ષ 2024-25માં કરોડોનું રિફંડ ચૂકવ્યા બાદ પણ રૂપિયા 800 કરોડ જેટલો નફો થયો છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ આવક થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના કરદાતાઓએ મહત્વનો ફાળો આપ્યો છે. રાજકોટ આવકવેરા વિભાગને ચાલુ વર્ષે સીબીડીટીએ રૂપિયા 5,500 કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. જે આગામી જાન્યુઆરીના અંત સુધીમાં 70 ટકાએ પહોંચે તેવી સંભાવના છે. તેમજ માર્ચ સુધીમાં લક્ષ્યાંક 100 ટકાને પાર થવાની પણ સંભાવના આવકવેરા વિભાગના સૂત્રો દર્શાવી રહ્યા છે.


રાજકોટ આવકવેરા વિભાગની તિજોરી છલકાવવા પાછળ ફેસલેસ એસેસમેન્ટની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે તેના કારણે કે સ્થાનિક ના બદલે અન્ય શહેરમાં જાય છે જેનાથી કામગીરીમાં પારદર્શકતા આવી રહી છે. આવકવેરા વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગનું હેલ્પ ડેસ્ક, આઈ ટી આર ફાઇલિંગ, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવામાં કરતાતાઓને મદદ કરવા માટે 24 કલાક યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. તેમજ કરતાતાઓને ફોન, લાઈવ ચેટ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે લોકોમાં આવકવેરો ભરવા માટે જાગૃતિ આવી છે. જેથી કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા આ વર્ષે રાજકોટ આવકવેરા વિભાગની તિજોરી ટેક્સ કલેક્શનથી છલકાઈ ચુકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application